आषाढस्य प्रथमदिवसे
30/06/2022
સંસ્કૃતવિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ
તા.૩૦/૦૬/૨૦૨૨નાં રોજ સંસ્કૃતવિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ તથા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા ‘आषाढस्य प्रथमदिवसे’ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતવિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ડો.એમ.કે.મોલિયા સાહેબે મેઘદૂત વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓને સંસ્કૃતથી પરિચિત કરાવ્યા હતા. ત્યારબાદ સંસ્કૃતવિભાગનાં અધ્યક્ષશ્રી ડૉ.હાર્દિક એમ.ગોહિલ સાહેબનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ પ્રા.હંસાબેન ગુજરીયાએ પણ કાલિદાસજયંતી નિમિત્તે પોતાના વિચારો રજૂ કર્યા હતા. અને વિદ્યાર્થીઓ દ્વારા મેઘદૂતના શ્લોકોનું ગાન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. સંસ્કૃતભવનના પણ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.