કેમ્પસ પ્લેસમેન્ટ 2021-22
16/03/2022
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ સ્ટાફ રૂમ
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.15/03/2022 થી 16/03/2016 સુધી પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના “યુવા શક્તિદિવસ” નિમિત્તે ઉજવણીના ભાગ રૂપે ગુજરાતની સમગ્ર યુનિવર્સિટી અને કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવાનું હતું. જેના ભાગ રૂપે અમારી કોલેજે રાજકોટ તેમજ આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ, જેમાંથી સાત કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં તથા ગત વર્ષ 202-22 માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ :40 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ તેમાંના 39 વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા.ભાવેશ બી. કાછડિયા એ કર્યું હતું. પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી ડો. રીતેશ પટેલ , કંપનીઓનાં અતિથિસત્કારની કામગીરી પ્રા. જીગ્નેશ કે. કાચા, ઈન્ટરવ્યૂ માટે સ્ટાફ રૂમ ખાતે રૂમની વ્યવસ્થાની કામગીરી ડો. ગીરીશ જાદવ અને ડો. રવિ ડેકાણી, વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી પ્રા. હાર્દિક એમ. ગોહિલ સાહેબે સમ્હાલી હતી