Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ભૂતપર્વ વિદ્યાર્થીઓનાં સંગઠનની મિટિંગ

25/08/2020
Online

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ભૂતપૂર્વ વિધાર્થી મંડળની મીટીંગનો અહેવાલ ૨૦૨૦-૨૧ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ભૂતપૂર્વ વિધાર્થીના મંડળની મીટીંગનું આયોજન તા.25/05/2020 ના રોજ કોલેજના આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠોડની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું. હાલની પરિસ્થીતીને ધ્યાનમાં રાખીને અને કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ઓનલાઈન કરવામાં આવેલ હતી. આ ઓનલાઇન મીટીંગમાં કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાથના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીશ્રી પ્રાધ્યાપક એ.આર.પુંજાણી સ્વાગત પ્રવચન આપેલ હતું. અને આ મંડળ કઈ રીતે સ્થાપિત થયું અને ચેરીટી કમિશ્નરની કચેરીમાં તેનું કઈ રીતે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. અને તેમાં ભૂતપૂર્વ વિધાર્થીઓ અને કોલેજના આચાર્ય ડો. એ. એસ. રાઠોડ સાહેબના અથાગ પ્રત્યનને કારણે એ કાર્ય કઈ રીતે પૂર્ણ કરી શકાયું. તે અંગે જણાવેલ હતું. કોલેજના વિકાસમાં ભૂતપૂર્વ વિધાર્થી મંડળ કઈ રીતે ઉપયોગી બની શકે એ અંગે વાત કરી હતી. સાથે-સાથે આ કોલેજ છેલ્લા ૮૩ વર્ષથી કાર્યરત છે. અને જેમાં અનેક નામાંકિત વિધાર્થીઓ ભણી ગયેલ હોય, તેઓને આ મંડળ સાથે જોડાવવા માટેની અપીલ કરેલ હતી. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું. અને જણાવ્યું હતું કે રાજકોટની જૂનામાં જૂની કોલેજ કે જેનું રાજકોટમાં શિક્ષણના ક્ષેત્રે જે પ્રદાન રહેલું છે. અને જેને પરિણામે આ કોલેજ જાણીતી બનેલ છે. એ કોલેજમાં તેઓ આચાર્યશ્રી તરીકે જોડાયા એ તેમના માટે ગૌરવની બાબત ગણાવી હતી. ૮૩ વર્ષથી કાર્યરત આ કોલેજમાં આર્ટસ, સાયન્સ અને લો કોલેજમાં જુદા-જુદા ક્ષેત્રમાં કાર્યરત નામાંકિત વિધાર્થીઓની માહિતી આપી કઈ રીતે આ કોલેજને ગૌરવ અપાવ્યું તે અંગે વિશદ જાણકારી આપી આ મંડળમાં જોડાવવા માટે તેમના દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. આ મંડળના હેતુઓ મંડળની કામગીરી અને ભવિષ્યમાં મંડળ દ્વારા શું થઇ શકે અને રાજકોટની પ્રતિષ્ઠીત બની રહે તે બાબતે અને હાલના તબક્કે આ કોલેજ કઈ રીતે વિકાસના માર્ગે આગળ વધી રહી છે. તે અંગે પણ માહિતગાર કરેલ હતા. આ મંડળનું કોલેજની વેબસાઈટ ઉપર ઓનલાઈન પોર્ટલ બનાવી રહ્યા છીએ. જેને લઈને ભૂતપૂર્વ વિધાર્થી ઓનલાઈન નોંધણી કરાવી સભ્ય ફી તેમજ દાન પણ ઓનલાઈન આપી શકે તે વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. કાર્યપૂર્ણ થયે આપને જાણકારી આપવામાં આવશે. પ્રાસંગિક ઉદબોધન બાદ ઓનલાઈન જોડાયેલા ભૂતપૂર્વ વિધાર્થીઓ પાસેથી મંડળ બાબતે સૂચનો માંગવામાં આવેલ હતા. અને આચાર્યશ્રીએ એમની સાથે ચર્ચા પણ કરી હતી. આ મીટીંગ ઓનલાઈન હોય, મર્યાદાને ધ્યાનમાં રાખીને જયારે બીજી વખત કોલેજ ખાતે ઓફલાઈન મીટીંગ થશે. ત્યારે વધુ ચર્ચા કરવામાં આવશે. તેમજ જેના સંપર્કમાં જે વિધાર્થીઓ હોય, તેમના સંપર્ક નં કોલેજને પહોચતા કરવા એવી પણ ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગના અંતે મંડળના ઉપાધ્યક્ષશ્રીએ આચાર્યશ્રી તેમજ ઓનલાઈન મીટીંગનું આયોજન કરનાર આયોજક તેમજ બહોળી સંખ્યામાં જોડાયેલ ભૂતપૂર્વ વિધાર્થીનો આભાર માનેલ હતો. અને ભવિષ્યમાં જયારે મીટીંગ મળશે. ત્યારે સર્વેનો સાથ અને સહકાર મળી રહેશે. એ અપેક્ષા સાથે મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી.