ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં બંગાળી સુફી લોક ગાયન “ બાઉલ ગાયન ”નું આયોજન
20/06/2022
Auditorium Hall
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટમાં બંગાળી સુફી લોક ગાયન “ બાઉલ ગાયન ”નું આયોજન સંપન્ન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ગુજરાતી વિભાગ અને તત્વજ્ઞાન વિભાગ તેમજ ભાષા વિચાર મંચ (ભારવી)ના , સંયુક્ત ઉપક્રમે ‘બાઉલ ગાયન’નો સફળ કાર્યક્રમ સંપન્ન ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ગુજરાતી વિભાગ અને તત્વજ્ઞાન વિભાગ તેમજ ભાષા વિચાર મંચ (ભારવી)ના , સંયુક્ત ઉપક્રમે વિખ્યાત બંગાળી સુફી લોક ગાયન “ બાઉલ ગાયન ” નું આયોજન તા. ૨૦/૦૬/૨૦૨૨ , સોમવારની રોજ ઢળતી સાંજે 6 થી 8 વાગ્યા સુધી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલો હતું. જેના મુખ્ય પ્રવક્તા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મધુસૂદન બાઉલ તથા લેફ.ડૉ.સતીશચંદ્ર વ્યાસ (શબ્દ) હતા. કાર્યક્રમની શરૂઆત પુષ્પ હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વક્તાશ્રીઓનું સ્વાગત કર્યા બાદ ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા મહાનુભાઓનો અને સંસ્થાનો ટૂંકો પરિચય આપ્યો હતો. વળી બાઉલ શુ છે? ક્યાંથી શરૂઆત થઈ, જેવા પાયાના પ્રશ્નોની સમાજ આપી હતી ડૉ. સતીશચંદ્ર વ્યાસ દ્વારા આપવામાં આવી હતી. સુફી સાહિત્ય અને ભેદ -અભેદ જેવા વિષયો પર સંગીતમય અને આહલાદક શૈલીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મૂળ બંગાળી લોક સાહિત્ય અને તેના પર સુફી મતની અસર તથા જ્ઞાન અને ભક્તિ પરંપરાના ઊંડા વિચારોની સરળ અને સુબોધ શૈલીમાં એવી ધારા પ્રવાહમાં રજૂઆત કે સાહિત્ય રસિકો માટે જાણે રણમાં મીઠી વીરડી. આ કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલો હતો જેમાં ગુજરાત વિદ્યાપીઠ ના ભૂતપૂર્વ કુલપતિ શ્રી અનામિક શાહ રાજકોટના વિખ્યાત પત્રકાર જળવંત છાયા ,સંજુ વાળા, સુવિખ્યાત નાટ્યકાર અને આકાશવાણીના ઉદઘોષ ડૉ.ભરત યાજ્ઞિક, રેણુકા યાજ્ઞિક વગેરેએ અનેક લોકોએ પરિવાર સાથે નિઃશુલ્ક લાભ લીધેલો હતો . વળી જે લોકો રાજકોટથી દુર હોય તો તેમના માટે ફેસબુક લાઇવની વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી. આ કાર્યક્રમને સંસ્થાની યુ ટ્યુબની ઓફિસિયલ ચેનલ દ્વારા પણ માણી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડૉ. જીગ્નેશ ઉપાધ્યાય, તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવેશ બી કાછડીયા , ડૉ. નેહલ જાની, ડૉ. જીગ્નેશ કાચા ,કેતન બુંહા,રિતેશ પટેલ, ડૉ. શ્વેતા દવે હંસા ગુજરિયા, રવિ ડેકાણી,જયેશ વાલાની તથા ભાષા વિચાર મંચ સંજય ઉપાધ્યાય તથા જસાણી કોલેજના ગુજરાતીના પ્રાધ્યાપક સનત ત્રિવેદી દ્વારા વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે અને અન્ય કામગીરીમાં રોકાયેલ હોવાથી સંસ્થાના આચાર્ય ડૉ એ.એસ.રાઠોડ સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો.