Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

International conference

20/04/2022
Dharmendrasinhji Arts College-Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ-રાજકોટ અને આયુધ પબ્લીકેશન - ભાવનગર દ્વારા આયોજિત એક દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું સમાપન ૩૪૪ સહભાગીઓએ ભાગ લીધો અને ૨૬૦ જેટલા પેપર પ્રકાશિત થશે. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજ દ્વારા એક દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલુ હતું. જેનો વિષય ‘One Day Online International Conference on “Your Discipline, Your Issues in Contemporary Era” જેમાં કુલ મળીને ૩૪૪ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો અને ૨૬૦ જેટલા ગુણવતાયુક્ત પેપર પ્રકાશિત કરવામાં આવશે. ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજના આચાર્યશ્રી એ.એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શનમાં અને ડૉ ભાવેશ બી. કાછડીયાના સફળ નેતૃત્વમાં સમગ્ર ટીમ દ્વારા એક દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ એક દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત ડો. જાગૃતિ જે વ્યાસ દ્વારા રજૂ કરેલી મધુર પ્રાર્થનાથી કરવામા આવેલી હતી. કોન્ફરન્સનાં ઉદ્ઘાટન સમારોહના મુખ્ય અતિથિ રાજકોટના મેયરશ્રી ડૉ પ્રદીપ ડવ સાહેબ હતા, તેમજ આ સમારોહના અધ્યક્ષ સંયુક્ત શિક્ષણ કમિશ્નર શ્રી નારાયણ માધુ સાહેબ હતા તથા કીનોટ સ્પિકર આંતર્ષ્ટ્રીય કવિયત્રી ડૉ.ઉષા ઉપાધ્યાય (અમેરિકા) હતા તેમજ પ્લેનેરી વક્તા ડૉ. અમિતા વાલ્મિકી (જુનજુનવાલા કૉલેજ –મુંબઈ ) તથા કશ્યપ રૈયાણી (પોર્ટુગલ) હતા. કવિયત્રી ડૉ.ઉષા ઉપાધ્યાય દ્વારા માતૃભાષાની મહત્તા વિષે વિસ્તૃત વ્યાખ્યાન આપેલું હતું. જયારે ડૉ. અમિતા વાલ્મીકિ દ્વારા નારીવાદ વિષે વિસ્તૃત અને ગહન ચિંતન રજૂ કરવામાં આવેલું હતું. કશ્યપ રૈયાણી દ્વારા ડેટા સાયન્સ વિષય પર ગહન વક્તવ્ય આપવામાં આવેલું હતું. આ કોન્ફરન્સમાં કુલ ૦૮ વિભાગમાં વિવિધ વિષયોના પેપરોને વિભાજીત કરી સમાંતર આઠ વિભાગમાં બહોળી સંખ્યામાં શોધાર્થી દ્વારા પેપરોનું વાંચન કરવામાં આવેલું હતું. આ વિભાગોના અધ્યક્ષ તરીકે વિવિધ યુનિવર્સિટીના તજજ્ઞોને આમંત્રિત કરવામાં આવેલ હતા. જેમાં યુનિવર્સિટી ઓફ બોમ્બેમાંથી નમિતા નીમ્બાલકર; ગુજરાત યુનિવર્સિટીમાંથી દ્યુતીબેન યાજ્ઞિક; સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર ભાવનામાંથી ડૉ.સંજય પંડ્યા તથા કપુરિયા કૉલેજ – કાલાવડમાંથી ડૉ. મુકેશ ભેસાણીયાણે આમંત્રિત કરવામાં આવેલ હતા. સમાપનસત્રના અધ્યક્ષ ડૉ.ગિરીશ ભીમાણી ( કુલપતિશ્રી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ ) હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૉલેજમાં વિવિધ સમિતિ બનાવવામાં આવી હતી. જેમાં જનસંપર્ક સમિતિમાં ડૉ. જિજ્ઞેશ કાચા, ડૉ.હાર્દિક ગોહિલ, ડૉ. ગિરીશ જાદવ, ડૉ. રાજેશ્રી વાઝા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. દરેક વિભાગના ઇન્ચાર્જ તરીકે ડૉ. જશ્મીના સારડા, ડૉ. હર્ષિદા જગોદડીયા, ડૉ. કલ્યાણી રાવલ, ડૉ. માલતી પાંડે, ડૉ. જયાબેન વાઢેળ, ડૉ.કિરણ વાડૉદરીયા, ડૉ. રવિ ડેકાણી, પ્રો. રીતેશ પટેલ, હેમાંગી સોપારીયા, ડૉ. નેહલ જાની, પ્રા. હંસા ગુજરિયા દ્વારા વિશેષ રીતે કાર્યક્રમનું સફળ સંચાલન કરાયું હતું. કાર્યક્રમના સમાપનસત્ર વેળાએ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ. રાઠોડ સાહેબ દ્વારા પ્રેરણાત્મક ઉદબોધન આપવામાં આવેલું હતું. સમગ્ર વિભાગીય કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. હેમલ વ્યાસ દ્વારા કરવામાં આવેલું હતું. સમગ્ર કોન્ફરસનું સુચારુ સંચાલન ડૉ. ક્રિષ્ના દૈયા દ્વારા કરવામાં આવેલું હતું. સમગ્ર કોન્ફરેન્સ ડૉ. જીગ્નેશ ઉપાધ્યાયના વડપણ હેઠળ સંચાલિત થયેલી હતી. ગ્રંથપાલશ્રી હીનાબેન પરમાર અને જયેશ વાલાણી ડૉ. કેતન બુહા અને ડૉ શ્વેતા દવેના નિરીક્ષણમાં સમગ્ર કોન્ફરેન્સનું ટેકનીકલ સંચાલન થયેલું હતું. આ ઉપરાંત દરેક વિષયના પ્રાધ્યાપકો ,અશ્વિન પુંજાની, ડૉ.શિરીષ ભારદ્વાજ, ડૉ, એફ.એફ ખાન વગેરે દ્વારા ગુણવતા યુક્ત સંશોધનને એકત્રિત કરી પ્રકાશન માટે મોકલવામાં આવેલા હતા. આ એક દિવસીય આંતરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજનને સફળ બનાવવા માટે કૉલેજના વિદ્યાર્થીઓ જાદવ જયદીપ તથા ભલગામડિયા વિજય તથા ડૉ.દિલીપ કાટલીયા તથા માંડવી સાયન્સ કૉલેજના વિદ્યાર્થીઓ જય,વસીમ ધવલ, તુલસી, અને રાજદીપ તથા ભક્તરાજ દાદા ખાચર કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ભાવદીપ ચાવડા, ઠાકોર મુળવાજી કૉલેજ કોટડા સાંગાણીના પ્રાધ્યાપક ડૉ. ઋષિરાજ વાઘેલા દ્વારા તકનીકી સહાય આપવામાં આવેલ હતી. આ સમગ્ર કોન્ફરન્સના આયોજનને સફળ થવા બદલ આચાર્યશ્રી દ્વારા સમગ્ર ટીમને અને સમગ્ર કૉલેજ પરિવારને અભિનંદન આપલા હતા તથા આયુધ પ્રકાશનનો પણ આભાર માનેલો હતો. કોન્ફરન્સના કન્વિનર દ્વારા આ કોન્ફરન્સના પ્રમાણપત્રો આગામી પંદર દિવસમાં મોકલવામાં આવશે અને પ્રકાશિત જર્નલ સહભાગીઓના એડ્રેસ પર આગામી દિવસોમાં મોકલવામાં આવશે તેની ઘોષણા કરવામાં આવી હતી તેમજ આગામી કોન્ફરન્સ સપ્ટેમ્બર –ઓક્ટોબરમાં થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.