વિદ્યાર્થી સન્માન અને વિદાય સમારોહ:સેમ-6 (2021-2022)
24/03/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ, રાજકોટ દ્વારા તા.24/03/2022ને ગુરુવારના રોજ સવારે 10:30 કલાકે ઓડીટોરિયમ ખાતે બી.એ.સેમ-6ના વિદ્યાર્થીઓ માટેનો સન્માન અને વિદાય સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમ ની શરૂઆતમાં મારુ ઉત્તમ જે. દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. બાદમાં કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે પ્રાસંગિક ઉદબોધન કરેલ. ત્યારબાદ સન્માન સમારોહ શરુ થયેલ તે અંતર્ગત સેમ-6ના જે વિદ્યાર્થીઓ દરેક સત્રમાં સતત સક્રિય રહ્યાં હોય, એમને સન્માનવામાં આવ્યા હતા. બાદમાં સેમ-6ના ધાધલ યશપાલ, ચૌહાણ અભિષેક, લશ્કરી જયદીપ બી., મેટાળીયા કિરણ, મેમરિયા રિદ્ધિ, પરમાર પરેશ, સોલંકી હિરેન વગેરે વિદ્યાર્થીઓ દ્વારા એમના પ્રતિભાવ અને અનુભવ વ્યક્ત કરવામાં આવ્યા હતા. અંતમાં ડૉ.એન.વી.જાનીએ આભારવિધિ કર્યા બાદ સમૂહમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્ત જાહેર કવામાં આવેલ. કાર્યક્રમનું સુચારું સંચાલન તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થિની ઝાપડા પુરી એમ.એ કરેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડની સુચના તથા માર્ગદર્શન તળે તથા સર્વે સ્ટાફમિત્રોની સહાયથી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ પાર પાડેલ.