જૂઈ-મેળો કવયિત્રી સંમેલન
08/03/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે અત્રેની કૉલેજના ગુજરાતી વિભાગ અને વિદ્યાભારતી સંસ્થાન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા.08/03/2022ને મંગળવારના રોજ સવારે 10:30 વાગ્યે ઓડીટોરિયમમાં ‘જૂઈ-મેળો કવયિત્રી સંમેલન’ યોજાઈ ગયું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જસુબહેન બકરાણીયા તથા શ્રી વનિતાબહેન રાઠોડ પધારેલા. કાર્યક્રમના આરંભે ડૉ.એન.વી.જાનીએ વિદ્યાભારતી સંસ્થા તથા જૂઈ મેળાનો ચિતાર આપ્યો હતો. વિદ્યાભારતી સંસ્થા સ્થાનિક સ્તરે સ્ત્રીકવિઓને પ્રોત્સાહિત તથા સન્માનિત કરે છે અને તેથી સ્ત્રીઓની સર્જનાત્મકતાને પ્રકાશમાં લાવવા માટે ‘જૂઈ મેળા’નું આયોજન કરવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. બાદમાં ડૉ. જે.જે.વ્યાસ દ્વારા ‘આઓ પ્યાર કે દીપ ઝલાયે...’ પ્રાર્થના રજૂ થવા પામી હતી. પધારેલ મહેમાનશ્રી જસુબહેન બકરાણીયાનું પુષ્પ અને સ્મૃતિભેટથી સ્વાગત ડૉ.એમ.બી.પાંડેયએ તથા શ્રી વનિતાબહેન રાઠોડનું પુષ્પ અને સ્મૃતિભેટથી સ્વાગત ડૉ. એચ.જી.જગોદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. એન.વી.જાનીએ આમંત્રિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને પરિચય કરાવેલ. બાદમાં કૉલેજની સેમ-1ની વિદ્યાર્થિની તેરૈયા રશ્મિ એ.એ સ્વ રચિત કાવ્યનો પાઠ કરેલ. સેમ-6ના વિદ્યાર્થિની મેમરિયા રિદ્ધિ પી.એ કાવ્યપઠન કરેલ ભોજવિયા તુલસી આર. દ્વારા ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવયિત્રી ડૉ. ઉષાબહેન ઉપાધ્યાયની કવિતાનું પઠન કરવામાં આવેલ. સેમ-6ના વિદ્યાર્થિની ભોજવિયા તુલસી દ્વારા મહિલા દિવસનું મહત્વ પર વકતવ્ય આપવામાં આવેલ. આ તકે વી.એમ.વી.મહિલા આર્ટ્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ પણ જોડાયેલ, જેમાંથી પીઠડિયા કાવ્યા એસ.એ સ્વ રચિત ‘સ્ત્રીચાલીસા’ તથા બાલાસરા પિનલ બી.એ પણ સ્વ રચિત કાવ્ય રજૂ કરેલ. બાદમાં ડૉ. જે.જે.વ્યાસ દ્વારા કવિતા રજૂ થયેલ. શ્રી વનિતાબહેન રાઠોડે પોતાની કવિતાઓ પ્રભાવી શૈલીમાં રજૂઆત થવા પામી. શ્રી જસુબહેન બકરાણીયાએ પણ પોતાની કવિતા આકર્ષક ઢબે રજૂ કરેલ. અંતમાં ડૉ.એન.વી.જાની દ્વારા આભારવિધિ બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ-1ના વિદ્યાર્થિની રામોદિયા સુમૈયા એસ. દ્વારા સુચારુરૂપે સંપન્ન થયેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ.