Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

‘PATRIOTIC LORI OR POETRY WRITING’ અને ‘DESHBHAKTI GEET WRITING’ સ્પર્ધાનો અહેવાલ

25/02/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે ‘PATRIOTIC LORI OR POETRY WRITING’ અને ‘DESHBHAKTI GEET WRITING’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.15/02/2022 સુધીમાં સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને આ સ્પર્ધામાં વિધાર્થીઓ ભાગ લઈ શકે એવું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હાલરડાં લેખન વિભાગમાં સેમ-1ના ચૌહાણ વિવેક એલ. અને ચૌહાણ હિતેન પી. તથા દેશભક્તિ ગીતલેખનમાં સેમ-6ના ભોજવિયા તુલસી આર., મેમરિયા રિદ્ધિ પી. અને ચૌહાણ અભિષેક એ.એ ભાગ લીધેલ, જે બદલ એમણે ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલયના સર્ટિફીકેટ મેળવેલ છે. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબ તથા સર્વે અધ્યાપકશ્રીઓએ ઉપરોક્ત વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. સર્જનાત્મકધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ જહેમત ઉઠાવેલ.