Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

વસંતપંચમી અહેવાલ (2021-2022)

05/02/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.05/02/2022ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓડીટોરિયમમાં વસંતપંચમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્ય અને સરસ્વતીદેવીનું પૂજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને પૂજન સમયે ત્રિવેદી કક્ષ એમ. અને સાંકળિયા દુષ્યંત એચ.એ વેદ મંત્રોચ્ચાર કરીને વાતાવરણને દિવ્યતા બક્ષી હતી. બાદમાં મારુ ઉત્તમ જે.એ રાગ બસંત બહાર પર આધારિત ગીત રજૂ કર્યું હતું. તો માંડલિયા સાહિલ યુ.એ તબલાં પર જુગલબંધી રજૂ કરી હતી. ત્રિવેદી કક્ષ એમ.એ સંસ્કૃત ભાષાના માધ્યમથી વસંતપંચમીનું મહત્વ રજૂ કરેલ. જયારે બાવળિયા વિજય પી.એ પણ વસંતપંચમીનો મહિમા વર્ણવ્યો હતો. બાદમાં ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા વસંતપંચમીપર્વ પર પ્રસંગોચિત્ત વક્તવ્યની રજૂઆત કરવામાં આવેલ. ડૉ.એચ.એમ.વ્યાસે આભારવિધિ કરેલ. સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવેલ. આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે તથા સર્વે સ્ટાફમિત્રોની સહાયથી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ પાર પડેલ.