Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રંગ-કલા કૌશલ્યધારા અંતર્ગત ર્ચિત્રસ્પર્ધા (2021-2022)

28/01/2022
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટમાં આદરણીય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબ, સપ્તધારા કૉ.ઓર્ડીનેટરશ્રી ડૉ. નેહલબેન જાની તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિમાં સપ્તાધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા અને હિનાબેન પરમાર દ્વારા તારીખ-12/01/2022 ને બુધવારના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન સવારે 11:00 થી 1:00 કલાકના સમય દરમિયાન કૉલેજની લાઈબ્રેરીમાં કરવામાં આવેલ. ચિત્ર સ્પર્ધામાં રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના રાષ્ટ્રના યુવાનો માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ અને તેમના પ્રેરણાત્મક વિચારો દર્શાવતા વિષય આપવામાં આવેલ. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની રસ અને રુચિ મુજબ કોઈ એક વિષય પસંદ કરી ખુબ જ સુંદર ચિત્રોનું નિરૂપણ કર્યું હતું, (રંગ-કલા કૌશલ્ય ધારાસમિતિ અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા, નિર્ણાયકશ્રીઓ, અધ્યાપક્શ્રીઓ સ્પર્ધામાં ભાગ લેનાર વિધાર્થીઓ) ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં મકવાણા અક્ષય જી.(સેમ-6), ચૌહાણપ્રકાશ બી.(સેમ-4), કોરડિયા અલ્ફાઝ(સેમ-1) અને બાવળિયા વિજય પી.(એમ-4), ડાંગર કારણ(સેમ.-1), ફૂફાર સરફરાજ (સેમ-1), ઝાલા તુષાર બી.(સેમ-1), પરમાર બાબુ પી. (સેમ-4) અનેમાંડલિયા સાહિલ (સેમ-4)હતા. આ સ્પર્ધાના નિર્ણાયકશ્રીઓ ડૉ.જાગૃતિબેન વ્યાસ, ડૉ.જસ્મીનાબેનસારડાતેમજ ડૉ. હેમલબેન વ્યાસ એસ્પર્ધકોના ચિત્રોનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે ચૌહાણપ્રકાશ બી.(સેમ-૪), દ્વિતીય ક્રમેમાંડલિયા સાહિલ (સેમ-4)અને તૃતીય ક્રમેમકવાણા અક્ષય જી.(સેમ-6)આવેલ.ભાગ લીધેલ આ તમામ વિદ્યાર્થીઓને આચાર્યશ્રીડૉ.એ.એસ.રાઠોડ સાહેબએ ચિત્ર સ્પર્ધામાંભાગ લેનાર બધા વિધાર્થીઓને પોતાની ચિત્રકલાની સુંદર કૃતિઓ બદલ બિરદાવી ખુબ ખુબ અભિનંદન આપેલ.