મહિલા સેલ (2021-2022) ‘સ્વાસ્થ્ય સુરક્ષા’અહેવાલ
22/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના RUSA તથા મહિલા સેલના સયુંકત ઉપક્રમે તા.21/10/2021ને ગુરુવારના રોજ બપોરે 02:00 વાગ્યે ઓડીટોરિયમમાં વિદ્યાર્થિની બહેનો માટે ‘સ્વાસ્થ્ય સુરક્ષા’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિશેષજ્ઞ તરીકે ડૉ.નેહાબહેન સાવલિયા તથા ડૉ.ભૂમિબહેન જોશી પધારેલ. કાર્યક્રમની શરૂઆતમાં RUSAના કૉ-ઓર્ડીનેટર ડૉ.એસ.આર.ભારદ્વાજે RUSA પ્રકલ્પનો ચિતાર આપેલ. ત્યારબાદ મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ મહિલા સેલનો પરિચય તથા કૉલેજમાં મહિલાઓ માટે થતી પ્રવૃત્તિઓનો ચિતાર આપેલ. ત્યાર બાદ પધારેલ મહેમાન ડૉ.નેહાબહેન સાવલિયાનું ડૉ.કે.ડી.ડૈયાએ તથા ડૉ.ભૂમિબહેન જોશીનું ડૉ.જે.એચ.વાઢેળે પુષ્પથી સ્વાગત કરેલ. બાદમાં ડૉ.ભૂમિબહેન જોશીએ મહિલાઓ તથા એને મૂંઝવતા પ્રશ્નો વિશે વિગતે માહિતી આપેલ. ડૉ.નેહાબહેન સાવલિયાએ પણ મહિલાઓને લગતી સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરેલ. ત્યાર બાદ બંને મહેમાનોના હસ્તે વિદ્યાર્થિની બહેનોને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવેલ. જે માટેની જહેમત ડૉ.બી.બી.કાછડિયાએ ઉઠાવેલ. કાર્યક્રમની આભારવિધિ ડૉ.એમ.બી.પાંડેયએ કરેલ. આ તકે કૉલેજનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સુચારું સંચાલન પ્રા.એચ.બી.ગુજરિયાએ કરેલ. આચાર્યશ્રીની સૂચના તથા માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ.જે.એચ.સારડાએ સ્ટાફમિત્રોની સહાયથી સફલતાપૂર્ણ રીતે પર પાડેલ.