‘ગાંધીજયંતિ’ નિમિત્તે ચિત્રસ્પર્ધા (2021-2022)
06/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.06/10/2021ને બુધવારના રોજ સપ્તધારા અંતર્ગત રંગ-કલા કૌશલ્યધારા સમિતિ દ્વારા ‘ગાંધીજયંતિ’ નિમિત્તે ચિત્રસ્પર્ધાનું આયોજન સવારે 11:00 થી 01:00 દરમિયાન રૂમ નં.-20માં કરવામાં આવેલ. આ તકે કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબ, ચોટીલા કૉલેજના આચાર્યશ્રી બાલધાસાહેબ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓ ઉપસ્થિતિ રહેલા. રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન તથા સંચાલન કરવામાં આવેલ. ચિત્ર સ્પર્ધામાં રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા ‘ગાંધીજયંતિ’ નિમિત્તે આ સ્પર્ધા યોજાયેલ હોવાથી ગાંધીજીના જીવન, મૂલ્ય, વિચાર અને આદર્શો વગેરે વિષયો આપવામાં આવેલ. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની રસ અને રુચિ મુજબ કોઈ એક વિષય પસંદ કરી ખૂબ જ સુંદર ચિત્રોનું નિર્માણ કર્યું હતું, ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે: ચૌહાણ પ્રકાશ બી., ઝાપડિયા ચંદ્રેશ આર., સરવૈયા મહિપાલસિંહ આર., પરમાર બાબુ પી. બાવળિયા વિજય પી., બાવળિયા સોનલ કે., ઝાપડિયા રોહિત જી.એ ભાગ લીધેલ. જેમાં બાવળિયા સોનલ કે. (પ્રથમ ક્રમ) ચૌહાણ પ્રકાશ બી. (દ્વિતીય ક્રમ), બાવળિયા વિજય પી. (તૃતીય ક્રમ) ક્રમે વિજેતા જાહેર થયેલ. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ.હેમલબેન વ્યાસ, ડૉ.જસ્મિનાબેન સારડા તથા ડૉ.જાગૃતિબેન વ્યાસે સેવા આપેલ. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન અને સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીના પ્રોત્સાહન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન રંગ-કલા કૌશલ્ય ધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા તથા હીનાબેન પરમારે કરેલ.