પ્રવેશોત્સવનો અહેવાલ (2021-2022)
05/10/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.04/10/2021ને સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમમાં પ્રથમ વર્ષ બી.એ.માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા પ્રાર્થનાની સૂરમયી રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ કૉલેજના હિન્દી વિભાગાધ્યક્ષ ડૉ.એચ.એમ.વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા શબ્દોથી આવકાર આપવામાં આવ્યો. ઈતિહાસ વિભાગાધ્યક્ષ પ્રા.એ.આર.પૂંજાણીએ કૉલેજની સ્થાપના, તેનો ઈતિહાસ, ભૌગોલિકતા વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. બાદમાં કૉલેજમાં ભણાવાતા અગિયાર વિષયોના અધ્યક્ષોએ પોતાનો તથા પોતાના વિભાગ, વિષય અને અધ્યાપકોનો વિભાગવાર પરિચય આપ્યો હતો. ત્યારબાદ લાયબ્રેરી, સ્પોર્ટ્સ, ઉદ્દીશાનો પરિચય ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ આપેલ. N.S.S. વિભાગાધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજ દ્વારા N.S.S. તથા RUSAની માહિતી આપવામાં આવી હતી. N.C.C. વિભાગાધ્યક્ષ ડૉ.એફ.એફ.ખાને N.C.C. તેના પ્રકલ્પ અને પ્રવૃત્તિઓ વિશે પરિચય આપ્યો હતો. સપ્તધારા વિશે ડૉ.એન.વી.જાનીએ માહિતી આપી હતી. અંતમાં આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબે કૉલેજમાં પ્રથમ વર્ષ બી.એ.માં નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને પ્રાસંગિક ઉદબોધન કરેલ તથા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટ આપીને પ્રતીકાત્મક રીતે વિદ્યાર્થીઓને આવકારેલ. આભારવિધિ ડૉ.એન.વી.જાનીએ કરેલ અને સમૂહમાં રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્ણ સંચાલન અંગ્રેજી વિષયના ડૉ.કે.એસ.રાવલ તથા સંસ્કૃત વિષયના ડૉ.એચ.બી.ગુજરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના સૂચન તથા માર્ગદર્શન અને અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.એન.વી.જાનીએ સુચારુરૂપે સંપન્ન કરેલ.