શિક્ષકદિવસની ઉજવણી (2021-2022)
06/09/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.06/09/2021ને સોમવારના રોજ શિક્ષકદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી બે પ્રકારે કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં વિવિધ વિષયનું અધ્યાપનકાર્ય કરાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિષયનાં વિદ્યાર્થીઓ બહોળા પ્રમાણમાં જોડાયા હતા. આ પ્રસંગે ભલગામડિયા ગૌતમ વી.એ કૉલેજના આચાર્ય તથા બાવળિયા જય બી.એ ક્લાર્ક તરીકેની ભૂમિકા નિભાવી હતી. બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ દ્વારા મંચગત પ્રવૃત્તિ કરવામાં આવેલી. જેમાં સમૂહમાં પ્રાર્થના બાદ મારુ ઉત્તમ જે. દ્વારા ભજન, કૉલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ દ્વારા ધૂન, ચૌહાણ પ્રકાશ બી.એ સુવિચાર, સુંબડ પાર્થ એસ. એ સમાચાર વાચન, સાકરિયા જાનવી વી. દ્વારા પ્રસંગ વિશેષ, ભોજવિયા તુલસી આર.એ શિક્ષકદિવસ પર સ્પીચ, જાડેજા યશપાલ જે. એ પોતાના વિષય અધ્યાપક વિશેનો વિદ્યાર્થીઅભિપ્રાય તથા લશ્કરી જયદીપ બી., ચૌહાણ અભિષેક એ. અને જાડેજા દિવ્યાબા આર. વગેરેએ શિક્ષકદિવસ અંગેનો પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. મંચગત કાર્યક્રમનું સંચાલન કૉલેજના વિદ્યાર્થી બાવળિયા જય બી. તથા ઠાકર પાયલ એ. દ્વારા સુચારુરૂપે સંપન્ન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંકલન ડૉ.એન.વી.જાનીએ આચાર્યશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે સર્વે અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓની સહાયથી સફળતાપૂર્વક પાર પાડેલ.