આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે વિદ્યાર્થી પ્રોત્સાહન કાર્યક્રમ
25/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.25/08/2021ને બુધવારના રોજ બપોરે 12:00 વાગ્યે ઓડીટોરિયમમાં આઝાદીનો અમૃત મહોત્સવ સંદર્ભે સપ્તધારાની અલગ અલગ ધારા દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત સમૂહમાં ‘સર્વ ધર્મ પ્રાર્થના’થી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પ્રસંગોચિત્ત વ્યાખ્યાન આપ્યું હતું. બાદમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબે આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં આચાર્યશ્રીના હસ્તે, પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યું હતું. સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ આભારવિધિ કરેલ તથા સમૂહમાં રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. વિદ્યાર્થીઓને ઈનામમાં ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા ડિક્ષનરી તથા ડૉ.એચ.એમ.વ્યાસ દ્વારા પેન આપવામાં આવી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉ.એચ.બી.ગુજરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન તળે ડૉ.એન.વી.જાનીએ સંપન્ન કરેલ.