આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ તથા ભારત ગૌરવ ગાન કાર્યક્રમ
25/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ, કોલેજ રાજકોટમાં તા.19-8-2021ને ગુરૂવારના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ તથા ભારત ગૌરવ ગાન કાર્યક્રમનું આયોજન સવારે 11:00 થી 01:00 દરમિયાન ઓડીટોરિયમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપ ડાન્સ, સોલો ડાન્સ, વેશભૂષા, ગાયન અને વાદન જેવી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મારુ ઉત્તમ જે. દ્વારા ‘યે દેશ હૈ વીર જવાનો કા’ ગીત રજૂ કરવામાં આવેલ. ધાધલ ભગીરથ દ્વારા સ્વરચિત શહીદ ગૌરવગાન રજૂ થયેલ. બાવળિયા મહિપત દ્વારા ‘એ મેરે વતન કે લોગો ગીત’ રજૂ કરવામાં આવેલ. માંડલિયા સાહિલ દ્વારા ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે’ એ ગીત પર તબલાવાદન કરવામાં આવ્યું જ્યારે ભોજવીયા તુલસી દ્વારા ‘સુનો ગોર સે દુનિયા વાલો’ ગીત પર સોલો ડાન્સ રજૂ કરવામાં આવેલ ત્યારબાદ અંતમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘દેશ મેરા રંગીલા’ ગીત પર ગ્રુપ ડાન્સ રજૂ કરવામાં આવેલ. અંતમાં ડો. જે એસ ઉપાધ્યાય દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરક સંબોધન કરવામાં આવેલ અને પ્રોત્સાહન ભેટરૂપે ડીક્ષનેરી આપવા અંગેની જાહેરાત કરેલ. ડો. હેમલ બેન વ્યાસ દ્વારા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને બોલપેન સ્વરૂપે ભેટ આપવાની જાહેરાત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીત-સંગીત નૃત્ય ધારાનાં કો-ઓર્ડીનેટર ડો.જાગૃતિબેન વ્યાસ, સભ્યશ્રી ડો. હર્ષિદાબેન જગોદડીયા, સપ્તધારાનાં કો-ઓર્ડિનેટર ડો.નેહલબેન જાની તથા EBSBનાં કો-ઓર્ડીનેટર ડો.હેમલબેન વ્યાસ તેમજ કોલેજના તમામ અધ્યાપકોએ ખૂબ જ જહેમત ઉઠાવેલ. અંતમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરેલ. વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ.