આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ભરત-ગૂંથણકલા વર્કશોપ (2021-2022)
21/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.18/08/2021ને બુધવારના રોજ કૉલેજ કક્ષાએ સવારે 11:00 વાગ્યે આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ભરત-ગૂંથણકલા અંગેના એક વર્કશોપનું આયોજન રૂમ નં.-7માં કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કૉલેજના સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા ભરત-ગૂંથણની સામગ્રી આપવામાં આવેલ. આ વર્કશોપમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ ભરત-ગુથણકલા કૌશલ્ય વિકસાવવા પ્રયત્ન કર્યો. આ તકે કૉલેજના તમામ અધ્યાપકોએ હાજર રહીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. વર્કશોપના આયોજનમાં સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ જવાબદારીઓનું વહન કરેલ. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્કશોપનું સફળ આયોજન તથા સંચાલન સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયે કરેલ તથા પ્રા.એચ.બી.ગુજરિયાએ સાથે રહીને કાર્યક્રમની સફળતા માટે પ્રયત્ન કરેલ. સપ્તધારાના અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીએ પણ સતત પ્રોત્સાહિત કરેલ.