Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે રંગ-કલા કૌશલ્ય ધારા અન્વયે ચિત્ર સ્પર્ધા

19/08/2021
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણીના ઉપલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ખાતે તા.12/08/2021ને ગુરૂવારના રોજ ચિત્રસ્પર્ધાનું આયોજન સવારે 10:30 થી 12:30 કલાકના સમય દરમિયાન રૂમ નં.-35માં કરવામાં આવેલ. આ તકે કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબ તેમજ સ્ટાફના તમામ અધ્યાપક્શ્રીઓની ઉપસ્થિતિ રહેલા. રંગ-કલા કૌશલ્યધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝા દ્વારા સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન તથા સંચાલન કરવામાં આવેલ. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.જાગૃતિબેન વ્યાસ, ડૉ.જસ્મીનાબેન સારડા તેમજ ડૉ.હંસાબેન ગુજરીયા એ સ્પર્ધકોના ચિત્રોનું સર્વાંગી મૂલ્યાંકન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરેલ. જેમાં પ્રથમ ક્રમે ચૌહાણ પ્રકાશ બી. (સેમ-3), દ્વિતીય ક્રમે ચાવડા કિરણ ડી. (સેમ-5) અને તૃતીય ક્રમે ઝાપડિયા ચંદ્રેશ આર. (સેમ-3) અને બાવળિયા સોનલ કે. (એમ-3) આવેલ. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની સુચના તથા માર્ગદર્શન અને સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાનીના પ્રોત્સાહન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન રંગ-કલા કૌશલ્ય ધારાના અધ્યક્ષશ્રી ડૉ.રાજેશ્રીબેન વાઝાએ કરેલ.