Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Campus Placement

03/08/2021
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે તા.૩૦/૦૭/૨૦૨૧ થી ૦૨/૦૮/૨૦૨૧ સુધી પ્લેસમેન્ટ સેલ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના “યુવા શક્તિદિવસ” નિમિત્તે ઉજવણીના ભાગ રૂપે ગુજરાતની સમગ્ર યુનિવર્સિટી અને કોલેજોમાં કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવાનું હતું. જેના ભાગ રૂપે અમારી કોલેજે રાજકોટ તેમજ આસપાસનાં વિસ્તારની નામાંકિત કમ્પનીઓ અને ઔધોગિક એકમોને આમંત્રણ મોકલાવેલ, જેમાંથી સાત કંપની અને એકમો કેમ્પસ પ્લેસમેન્ટમાં પોતાની જરૂરીયાત મુજબના ઉમેદવારોની પસંદગી માટે ઈન્ટરવ્યુ લેવા કોલેજમાં આવેલા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં તથા ગત વર્ષ ૨૦૨૦ – ૨૧માં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ ૬૨ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલ તેમાંના ૬૦ વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યુ માટે હાજર રહ્યા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં લગભગ ૩૫૦ કરતાં પણ વધુ ઈન્ટરવ્યુ થયા હતા. જેમાંથી ૧૪ વિદ્યાર્થીઓનું સિલેકશન કુલ ત્રણ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ છે. કેમ્પસ પ્લેસમેન્ટનાં સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિંસિપાલ ડૉ. એ. એસ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા. રિતેશકુમાર પી. પટેલે કર્યું હતું. પ્લેસમેન્ટ સેલનાં સભ્યો અને કોલેજના અધ્યાપકોએ વિવિધ કામગીરી જેવી કે કંપનીઓને આમંત્રણ અને સ્વાગતની કામગીરી ડો. ભાવેશ કાછડીયા, કંપનીઓનાં અતિથિસત્કારની કામગીરી પ્રા. જીગ્નેશ કે. કાચા, ઈન્ટરવ્યૂ માટે ઓડિટોરિયમ હોલ અને રૂમની વ્યવસ્થાની કામગીરી ડો. ગીરીશ જાદવ અને ડો. રવિ ડેકાણી, વિદ્યાર્થીઓનાં રજીસ્ટ્રેશનની કામગીરી પ્રા. હાર્દિક એમ. ગોહિલ, ડો. હર્ષિદા જગોદડીયા, ડો. જાગૃતિ વ્યાસ અને ડો. રાજેશ્રી વાઝા તથા ડેટા એન્ટ્રીની કામગીરી પ્રા. રિતેશકુમાર પી. પટેલે કરી હતી. આ ઉપરાંત કોલેજના ડો. જીગ્નેશ ઉપાધ્યાય, ડો. જસ્મીના સારડા, ડો ક્રિષ્ના ડૈયા, ડો. એફ. એફ. ખાન, શ્રી મૌલિક શાહ અને મિતેશભાઈ કાર્યક્રમમાં મદદરૂપ થયા હતા. કેમ્પસ પ્લેસમેન્ટનાં આ કાર્યક્રમની સફળતા માટે પ્રિંસિપાલ એ. એસ. રાઠોડ સાહેબ તથા પ્લેસમેન્ટ સેલના અધ્યક્ષ પ્રા. રિતેશકુમાર પી. પટેલ પ્લેસમેન્ટ સેલના તમામ સભ્યો, કોલેજના તમામ અધ્યાપકો, કંપનીઓ અને વિદ્યાર્થીઓનો આભાર માને છે. અને જે વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા તેમની ઉજ્જવળ કારકીર્દી માટે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ પરિવાર શુભેચ્છા પાઠવે છે.