Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

आषाढस्य प्रथमदिवसे

12/07/2021
ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ

તા.૧૨/૦૭/૨૦૨૧ નાં રોજ સંસ્કૃત વિભાગ, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટ દ્વારા ‘आषाढस्य प्रथमदिवसे’ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવાહડફ,પંચમહાલ નાં ડો.પ્રા.કમલેશ રબારી સાહેબનું વ્યાખ્યાન રાખાવામાં આવ્યું હતું. જેમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રા.હાર્દિક.એમ.ગોહિલ સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી ડો.કમલેશ રબારી સાહેબનું સ્વાગત કર્યું હતું. ગુગલમીટનાં માધ્યમથી ઓનલાઈન વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કોલેજના અને અન્ય સંસ્થાના અધ્યાપક મિત્રો પણ જોડાયા હતા. અને ડો કમલેશ રબારી સાહેબે વિદ્યાર્થીઓને મેઘદૂત અને કાલીદાસ થી પરીચિત કરાવ્યા હતા. આભારવિધિ વિભાગના ડો ગીરીશ જાદવ સાહેબે કરી હતી. અને પ્રિન્સીપાલ વતી અને સંસ્થા વતી ડો. જાદવ સાહેબે ડો કમલેશ રબારી સાહેબ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવાવા પ્રિન્સીપાલ સાહેબનો પણ આભાર માન્યો હતો અને કાર્યક્રમને શાન્તિપાઠ કરી પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.