આઝાદીનો અમૃત મહોત્સવ (2020-2021)
12/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. આઝાદીનો અમૃત મહોત્સવ (2021) ‘આઝાદીનો સ્વતંત્રતા સંગ્રામ’ વ્યાખ્યાનનો અહેવાલ ભારત સરકારશ્રીના સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવશ્રીની તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની સૂચના અનુસાર આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે તા.12/03/2021ને શુક્રવારના રોજ બપોરે 02:00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ઓડીટોરિયમમાં ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામ’ વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના પ્રખર શિક્ષણવિદ તથા કેળવણીકાર અને સિસ્ટર નિવેદિતા ચેરીટેબલ ટ્રસ્ટના આદ્ય સ્થાપક સુશ્રી ગુલાબભાઈ જાની વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનશ્રી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં ડૉ.જાગૃતિબહેન જે. વ્યાસે ‘નિર્માણો કે પાવન યુગમેં’ પ્રાર્થનાની સૂરમય રજૂઆત કરી હતી. ત્યાર બાદ ડૉ.નેહલબહેન વી. જાનીએ સંસ્થાના આચાર્યશ્રી એ.એસ.રાઠોડ તથા સંસ્થા વતી પધારેલ મહેમાનશ્રીને શબ્દોથી આવકાર્યા હતા અને પ્રસ્તુત કાર્યક્રમની સંકલ્પના સ્પષ્ટ કરી હતી. બાદમાં ડૉ.હેમલબહેન એમ. વ્યાસે મહેમાનશ્રીનું તથા પ્રા.અશ્વિનભાઈ આર. પુંજાણીએ મહેમાનશ્રી સાથે પધારેલ સુશ્રી મહેશભાઈ જાનીનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. સુશ્રી ગુલાબભાઈ જાનીએ ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ભાવવાહી શૈલીમાં ‘ભારતીય સ્વતંત્રતા સંગ્રામ’ વિષય પર મનનીય વક્તવ્ય આપીને આ આઝાદીને કઈ રીતે આપણે સાર્થક કરી શકીએ તે અંગે માર્ગદર્શિત કર્યા હતા. બાદમાં ડૉ.શિરીષભાઈ એસ. ભારદ્વાજ દ્વારા વક્તાશ્રીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. તો ડૉ.જીજ્ઞેશભાઈ એસ. ઉપાધ્યાયએ સંસ્થા, આચાર્યશ્રી તથા સપ્તધારા વતી આભારવિધિ કરી હતી. અંતમાં સમૂહમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે અધ્યાપકશ્રીઓ હાજર રહ્યા હતા તથા ઓનલાઈન પ્રસારણમાં પણ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમનું પોતાનું આગવી શૈલીમાં સંચાલન ડૉ.હંસાબહેન ગુજરિયાએ કરેલું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીની સૂચના તથા માર્ગદર્શન અને કૉલેજના સ્ટાફમિત્રોની સહાયથી સપ્તધારાના અધ્યક્ષ ડૉ.નેહલબહેન વી. જાનીએ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.