Valedictory Function of Finishing School Batch 2 Component 1 and 2 2019 20
20/12/2019
ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ રાજકોટ
આજ રોજ તા.૨૦/૧૨/૨૦૧૯ના શુક્રવારે ધર્મેંદ્રસિંહજી આર્ટ્સ કૉલેજ ખાતે ફિનિશીંગ સ્કુલ કોમ્પોનેન્ટ ૧ & ૨ લાઇફ સ્કીલ અને એમ્પ્લોયેબીલીટીના દસ દિવસ અને ૪૦ કલાક પૂર્ણ કર્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિનિશીંગ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપન કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ, એચ & બી કોટક સાયન્સ કૉલેજ, રાજકોટના આચાર્યશ્રી ડૉ.ભટ્ટ સાહેબ, ગવર્ન્મેન્ટ એન્જીન્યરીંગ કૉલેજ,રાજકોટના આચાર્યશ્રી ડૉ.રાજેશ ઠક્કર સાહેબ પ્લેસમેન્ટના આસિસ્ટન્ટ ઝોનલ વિઠલાણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ફિનિશીંગ સ્કુલના કોર્ડીનેટર પ્રા.એચ.એમ.ગોહિલ અને ફિનિશીંગ સ્કુલ ટ્રેનર પરેશ ભટ્ટે ફિનિશીંગ સ્કુલના લાભ અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. અંતમાં કૉલેજના આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડ સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ફિનિશીંગના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.