સર્જનાત્મક અભિવ્યક્તિધારા (2020-2021)
06/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot
સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિધારા સંદર્ભે શીઘ્ર વાર્તાલેખન અને શીઘ્ર કાવ્યલેખન સ્પર્ધાનો અહેવાલ તા.૬/૩/૨૦૨૧ને શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ ના સપ્તધારા પ્રકલ્પ અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિધારા સંદર્ભે 'શીઘ્ર વાર્તાલેખન' અને 'શીઘ્ર કાવ્યલેખન સ્પર્ધા'નું આયોજન કરવામાં આવ્યું હતું. રૂમ નં.-18માં યોજાયેલ આ સ્પર્ધાનો સમય ૧૦:૩૦ થી ૧૧:૩૦ રાખવામાં આવેલ હતો. આ સ્પર્ધામાં કૉલેજના સેમેસ્ટર ૧ અને ૬ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ. કૉલેજના તમામ અધ્યાપકોએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતી વિભાગના પ્રા. ડૉ.નેહલ વી. જાની તથા સંસ્કૃત વિભાગના પ્રા.ડૉ. ગિરીશ પી. જાદવે સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવી હતી.આ સ્પર્ધાના આયોજનમાં સર્જનાત્મકધારાના અધ્યક્ષ ડૉ.માલતી બી. પાંડે તથા સભ્ય પ્રા.હંસા ગુજરીયાએ જવાબદારીઓનું વહન કર્યું હતું. શીઘ્ર વાર્તાલેખનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે: ૧. ડાંગર હસમુખ વી. (Sem-6) ૨. માંડલિયા સાહિલ યુ. (Sem-1) ૩. ચંદ્રપાલ ક્રિષ્ના પી. (Sem-1) શીઘ્ર કાવ્યલેખનમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે: ૧. જાડેજા દિવ્યાબા આર. (Sem-1) ૨. પરમાર બાબુભાઈ પી. (Sem-1) ૩. જોશી જય પી. (Sem-6)