નાટ્યધારા (2020-2021)
04/03/2021
Dharmendrasinhji Arts College, Rajkot
તા.04/03/2021ને ગુરુવારના રોજ બપોરે 02:00 વાગ્યે કૉલેજનાં ઓડીટોરિયમમાં સપ્તધારા અંતર્ગત નાટ્યધારા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ‘સાઈડ ઈફેક્ટ ઓફ મોબાઈલ’ શીર્ષક હેઠળ માઈમ રજૂ કરવામાં આવેલ. ભટ્ટ રાહુલ એ., પાટડિયા કૃણાલ પી., ગોંડલિયા ધ્રુવ બી., થાળકિયા રોહિત કે., બેરાણી રવિ બી., પ્રકાશ વગેરે વિદ્યાર્થીઓએ આ માઈમ રજૂ કરેલ. ત્યારબાદ જાડેજા દિવ્યાબા આર., ઠાકર પાયલ એ., ભલગામડિયા ગૌતમ એચ., ગોંડલિયા આશિષ પી. એમ ચાર વિદ્યાર્થીઓએ સામાજિક સંદેશો આપતું નાટક ભજવેલ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા ‘મ્યુઝીકલ પેરોડી ડ્રામા’ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભલગામડિયા ગૌતમ એચ., વિસરીયા વિજય પી., ગોસ્વામી શિવમ એસ., ચૌહાણ પ્રકાશ બી., નાકિયા દીપક બી., થાળકિયા રોહિત કે. વગેરેએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોંદરવા અંકિત કે.એ કરેલ. આ તકે સમગ્ર કૉલેજસ્ટાફ તથા પ્રિ.ડૉ.એ.એસ.રાઠોડની ઉપસ્થિતિ પ્રેરક રહી. ડૉ.એન.વી.જાનીએ કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રીના માર્ગદર્શન તથા સ્ટાફગણની સહાયથી સુપેરે પાર પાડેલ.