Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

માતૃભાષા દિવસની ઉજવણી-2021

23/02/2021
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. માતૃભાષા દિવસની ઉજવણીનો અહેવાલ-2021 અત્રેની કૉલેજના ગુજરાતી વિભાગ દ્વારા તારીખ:23/02/2021ને મંગળવારના રોજ બપોરે 12:00 વાગ્યે ઓડીટોરિયમમાં ‘માતૃભાષા દિવસની ઉજવણી’ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. પ્રસ્તુત કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી, જેના શબ્દો હતા ‘ઇતની શક્તિ...’ ત્યારબાદ ગુજરાતી વિભાગના ડૉ.એન.વી.જાનીએ ‘માતૃભાષાનો મહિમા’ વિશે વાત કરી. કૉલેજના તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી રાઠોડ પ્રકાશ એલ.એ ‘માતૃભાષા’ વિશે વાત કરી. તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી સાકરિયા અક્ષય આર.એ ‘મળી માતૃભાષા મને ગુજરાતી’નો કાવ્યપાઠ રજૂ કરેલ. પ્રથમ વર્ષ બી.એ.ના વિદ્યાર્થિની જાડેજા દિવ્યાબા આર. અને ઠાકર પાયલ એ.એ સાથે મળીને કાવ્યપઠન તથા કાવ્યાસ્વાદ કરાવ્યો હતો. પ્રથમ વર્ષ બી.એ.ના વિદ્યાર્થી થાળકિયા રોહિત કે.એ માતૃભાષાનું મહત્વ દર્શાવતું કાવ્ય પ્રસ્તુત કર્યું હતું. તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી રાઠોડ રાહુલ જે.એ કવિતા રજૂ કરી હતી. ઠાકર માનસ એસ.એ પોતાના વાસ્તવ જીવનના અનુભવ દ્વારા માતૃભાષા વિશે વાત કરેલ. જોગરાણા કિશન જે.એ પણ માતૃભાષા વિશે મહત્વ દર્શક વાત કરી હતી. અંતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી જે.એસ.ઉપાધ્યાયએ પોતાની અનોખી શૈલીમાં માતૃભાષા વિશે પોતાના વિચારો વ્યક્ત કરેલ. કાર્યક્રમનું સુચારુ સંચાલન ગુજરાતી વિષયના તૃતીય વર્ષ બી.એ.ના વિદ્યાર્થી ડાંગર હસમુખ વી.એ કરેલ. વિભાગાધ્યક્ષશ્રીની સુચના તથા માર્ગદર્શન તળે કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાનીએ કરેલ.