વસંતોત્સવ/સરસ્વતીપૂજા
16/02/2021
ધર્મેન્દ્રસિહંજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ સંસ્કૃતવિભાગ દ્વારા અને કૉલેજ કક્ષાએ સપ્તધારા તા.૧૬/૦૨/૨૦૨૧ દ્વારા બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વસંતપંચમીનું પૌરાણિક મહત્ત્વ સંસ્કૃતિક મહત્ત્વ સરસ્વતીજન્મની કથા વસંતપંચમીનું ઐતિહાસિક મહત્ત્વ વગેરે સંદર્ભોમાં ચર્ચા કરવમાં આવી હતી. સંસ્કૃતવિભાગના અધ્યક્ષ દ્વારા વસંતપંચમી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને ભારતીય તહેવારો વિશેની સમજણ આપી વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક વારસાથી વાકેફ કર્યા હતા. જેમાં પ્રા.હંસાબેન ગુજરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. કૉલેજ કક્ષાએ સપ્તધારા અંતગર્ત વસંતપંચમી નિમિત્તે થયેલ કાર્યક્રમમાં સંસ્કૃતવિભાગના અધ્યક્ષ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને વિભાગાધ્યક્ષે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતુ. તેમજ વિદ્યાર્થીઓને સરસ્વતીપૂજાનું પૌરાણિક મહત્વ શું છે ? તે વિશેવાત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.