Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

નવરાત્રિ ઉત્સવનો અહેવાલ (2020-2021)

28/10/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ નવરાત્રિનો અહેવાલ (2020-2021) ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા. તા.24/10/2020ને શનિવારના રોજ સવારે 09:15 થી 09:45 દરમિયાન ઓનલાઈન માઈક્રોસોફ્ટ ટીમ એપમાં (સપ્તધારા અન્વયે) ગીત,સંગીત અને નૃત્યધારા અંતર્ગત નવરાત્રિના અનુસંધાને મા આદ્યશક્તિની આરાધના કરવા માટે બેઠા ગરબાનું આયોજન કરેલ. પ્રસ્તુત કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે સદસ્યોએ પરંપરાગત વસ્ત્રપરિધાન કરીને મા આદ્યશક્તિના ગરબા ગાયેલ. ગીત,સંગીત અને નૃત્યધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે આ પ્રસંગે પોતાના સુમધુર કંઠે ગરબા ગવડાવ્યા અને ઉપસ્થિત સર્વે બહેનોએ ઝીલ્યા હતા. ઉપરાંત તેમણે બે ગરબાની રજૂઆતની વચ્ચેના સમય દરમ્યાન શક્તિનાં નવ સ્વરૂપો વિશે, નવના આંકનાં મહત્વ વિશે તેમજ આદ્યશક્તિની આરાધનાનાં મહાત્મ્ય વિશે વાત કરી સમગ્ર કાર્યક્રમને ખરા અર્થમાં શક્તિની ઉપાસનાનું પર્વ બનાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ‘જય આદ્યશક્તિ...’ આરતી તથા અંતમાં ‘વિશ્વંભરી સ્તુતિ’ ની ભાવપૂર્ણ રજૂઆત થવા પામેલ. કૉલેજમાં ચાલતી TEA-CLUB દ્વારા કાર્યક્રમનાં અંતે સમગ્ર કૉલેજ પરિવારને પેંડાની પ્રસાદી પણ વહેચવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમનું ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના ફેઈસબૂક પેઈજ પર જીવંત પ્રસારણ કરવામાં આવેલ. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન ગીત,સંગીત અને નૃત્યધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસે સંપન્ન કરેલ. અધ્યક્ષશ્રી ગીત,સંગીત,નૃત્યધારા