ગાંધીજયંતિની ઉજવણી : (2020-2021)
05/10/2020
Dharmendrasinhji Arts College, Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.02/10/2020ને શુક્રવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓનલાઈન માઈક્રોસોફ્ટ ટીમ એપમાં ગાંધીજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના આચાર્યશ્રી એ.એસ.રાઠોડસાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સર્વ પ્રથમ પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવેલ, ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયેલ હોવાથી ગાંધીજીના વ્યક્તિત્વને ઉજાગર કરતાં ‘સાબરમતી કે સંત’ ગીતની ઓડિયો-વિઝ્યુઅલ રજૂઆત કરવામાં આવેલ. ત્યારબાદ આચાર્યશ્રીનું પ્રસંગોચિત્ત વક્તવ્ય યોજાયેલ. ત્યારબાદ કૉલેજના જુદા-જુદા વિભાગના અધ્યક્ષશ્રીઓ દ્વારા ગાંધી વિષયક ચિંતન રજૂ કરાયેલ. જેમાં કૉલેજના સમાજશાસ્ત્ર વિભાગના વડા ડૉ.એફ.એફ.ખાને ‘મહાત્મા ગાંધીજીના સ્વ રોજગાર વિશેના વિચારો અને ચિંતન’, હિન્દી વિભાગના વડા ડૉ.એચ.એમ.વ્યાસે ‘ગાંધીજીના નારી સશક્તિકરણ વિષયક વિચારો’, ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રા.એ.આર.પૂંજાણીએ ‘ગાંધી-જીવન દર્શન’ તથા ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ ‘સાંપ્રત સમયમાં ગાંધીવિચારોની પ્રસ્તુતતા’ વિષયક ચિંતનાત્મક વ્યાખ્યાનો રજૂ કરેલ. ‘જનગણ મન’ના સમૂહગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. દોઢેક કલાકના સમય દરમિયાન ચાલેલ ઉક્ત કાર્યક્રમમાં આશરે પોણા બસ્સો આસપાસ અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયેલ તથા કાર્યક્રમ માણેલ. આચાર્યશ્રીના માર્ગદર્શન તથા અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને સંચાલન ગુજરાતી વિભાગના ડૉ.નેહલ વી. જાનીએ સુચારુરૂપે સંપન્ન કરેલ. તા.05/10/2020