Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સપ્તધારા અહેવાલ

17/07/2020
Dharmendrasinhji Arts College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ. સપ્તધારા અહેવાલ તારીખ – 10/05/2020 સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત કોવિડ19 ના કારણે મહામારી વ્યાપેલી છે. આ સમયે ભારતમાં પણ લોકડાઉન ચાલી રહયું છે ,ત્યારે આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવૃત્ત રાખવાં અને પ્રોત્સાહિત કરવાં માટે સપ્તધારા અંતર્ગત સમય સમય પર વિવિધ પ્રવૃત્તિઓનો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે કોલેજ દ્વારા સપ્તધારા અંતર્ગત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને કાવ્ય લેખન જેવી ડિજિટલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબર આવનારને રૂ. 1000 દ્વિતીય નંબર ને રૂ. 500 અને તૃતીય નંબર ને રૂ. 251 નું ઇનામ આપવામાં જાહેર કરેલ છે. તદુપરાંત ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અનુસંધાને તારીખ – 01/05/2020 નાં રોજ સપ્તધારા કો-ઓર્ડિનેટર ડો. હેમલ બેન વ્યાસ દ્વારા ગુજરાત ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું. આ ક્વિઝમાં 1257 જણાંએ ભાગ લીધો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ડિજિટલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું આ તમામ સ્પર્ધાઓ અંગેની વિગત અને પરિણામ કોલેજની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.તેમજ કોલેજના વિવિઘ વિષયોંના અધ્યક્ષો દ્વારા વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ કરવામાં આવેલ છે.. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધા માં પ્રતિભાગી થયા હતા તેઓને વિડીયોકોલ દ્વારા અને વોટ્સએપ દ્વારા તે ધારાનાં અધ્યક્ષો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવતી હતી . હજુ આવનાર સમયમાં પણ સપ્તધારા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે .આ સમગ્ર કાર્ય આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડની પ્રેરણા થી તેમજ સપ્તધારા ના કો-ઓર્ડિનેટર ડોક્ટર હેમલ બેન વ્યાસ તેમજ સપ્તધારા ના અધ્યક્ષશ્રીઓના પ્રયત્ન અને માર્ગદર્શન થી કરવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સહયોગ મળી રહ્યો છે. ડો. હેમલ બેન વ્યાસ , . સપ્તધારા કો-ઓર્ડિનેટર, ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ,રાજકોટ.