ગાંધીજયંતિ
03/10/2015
Dharmendrasinhji College Rajkot Room No.14
તા:03/૧૦/૨૦૧૪ ને શનિવારના રોજ સવારે ૯;૦૦ વાગ્યે રૂમ નં.-૧૪માં ગાંધીજયંતિના અનુલક્ષ્યમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ, રાજકોટ ખાતે ગાંધી વિચારોની સાંપ્રત સમયમાં ઉપયોગીતાના આધાર પર ‘ગાંધી અને વૈશ્વિક શાંતિ’ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું. જેમાં તત્વજ્ઞાન વિષયના સેમ.-૧,૩,૫નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાના આયોજનને સફળ બનાવેલ. કૉલેજના આચાર્યાશ્રી અને તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ.સી.બી.વાઢેરના માર્ગદર્શન અને આદેશ અનુસાર સ્પર્ધાને સફળ બનાવવા માટે ડૉ. આર.એમ.પટેલ અને પ્રા.બી.બી.કાછડિયાએ અને જયદીપ એચ દેવમુરારીએ જહેમત ઉઠાવેલ. સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો, જેમાં પ્રથમ ક્રમે કાલાણી નિધિ બી. દ્વિતીય ક્રમે ચાવડા લીલાધર બી. અને તૃતીય ક્રમે વાઘેલા સોનલ એમ.ના નામ જાહેર કરવામાં આવેલ. વિજેતા થનાર વિદ્યાર્થીઓને આચાર્યાશ્રી ડૉ.સી.બી.વાઢેર લિખિત પુસ્તક ભેટ આપવામાં આવેલું.