એફ વાય બી.એ (સેમ-૧) માં પ્રવેશ બાબત.... (તા. ૦૯/૦૮/૨૦૨૦)

09/08/2020

આ કોલેજમાં એફ વાય બી.એ. સેમ-૧ માં પ્રવેશ ફોર્મ ભરવાની મુદત તારીખ પૂર્ણ થયેલ હોય, વેબસાઈટ બંધ કરી દેવામાં આવી હતી જેને લઈને અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિધાર્થીઓ સુધી માહિતી ન પહોંચતા ફોર્મ ભરી શકેલ નથી. તેમજ જે વિધાર્થીઓના ફોર્મ કોલેજ કક્ષા એથી ફોર્મ રી-ઓપન કરવામાં આવેલ હતા. તે પોતાની ભૂલ સુધારી ફોર્મ સબમિટ કરી શક્યા નથી. હાલમાં કોવીડ-૧૯ પરીસ્થિતિને ધ્યાનમાં લઇ આ કોલેજમાં એફ વાય બી.એ. સેમ-૧ માં ફોર્મ ભરવા માટે વેબસાઈટ તા. ૧૦/૦૮/૨૦૨૦ થી ૧૫/૦૮/૨૦૨૦ સુધી ઓપન કરવામાં આવે છે. આ સમય ગાળા દરમ્યાન જે વિધાર્થીઓએ આ કોલેજમાં ફોર્મ ભરેલ છે. પણ ભૂલ સુધારી સબમિટ કરી શક્યા નથી. તેઓ પોતાની ભૂલ સુધારી ફોર્મ સબમિટ કરી શકશે. આ ઉપરાંત જે વિધાર્થીઓને આ કોલેજમાં ફોર્મ ભરવાની તક મળી નથી તેઓ પણ પોતાના પ્રવેશ માટે ના ફોર્મ ભરી શકશે.
જે કોઈ વિધાર્થીના ફોર્મ ભરતા ભૂલ થશે. તેવા વિધાર્થીના ફોર્મ રી-ઓપન થશે. તેવા વિધાર્થીઓએ ઉપરોક્ત દર્શાવેલ તારીખ દરમ્યાન ભૂલ સુધારી પરત સબમિટ કરવાના રહેશે.