સેમ-૩ અને સેમ-૫ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા બાબત.

25/06/2020

• સેમ-૩ અને સેમ-૫ ના વિધાર્થીઓએ પોતાના પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવાના આજથી શરુ થઈ ગયેલ છે.
• દરેક વિધાર્થીઓએ તા.૨૨/૦૬/૨૦૨૦ થી તા. ૨૬/૦૬/૨૦૨૦ સુધીમાં પોતાના ફોર્મ સબમિટ કરવાના રહેશે. સબમિટ કરતા પહેલા જે કઈ માહિતી ભરવાની થતી હોય તે વ્યવસ્થિત રીતે ભરવાની રહેશે.
• માંગેલ ડોક્યુમેન્ટ JPG ફોરમેટમાં અપલોડ કરવાના રહેશે. કોવીડ-૧૯ની સ્થિતિ એ ધ્યાને લઇ ને વિધાર્થીએ સેમ-૧ અને સેમ-૩ ની ઓનલાઈન માર્કશીટ પણ ચાલશે.
• ફોર્મ ભર્યા પછી કમિટી દ્વારા ફોર્મ ચેક કરવામાં આવશે. અને ફોર્મ સંપૂર્ણ સાચી રીતે ભરાયેલ હશે. તો પ્રવેશ માન્ય કરવામાં આવશે.
• પ્રવેશ માન્ય થયા પછી વિધાર્થીઓએ દર્શાવેલ તારીખે ઓનલાઈન ફી ભરવાની રહેશે. જેની જાણકારી આપને કોલેજની વેબસાઈટ પર મુકવામાં આવશે.
• ઓનલાઈન ફી ભર્યા બાદ ઓનલાઈન ફોર્મની નકલ તથા ફી ભર્યાની નકલ અને અપલોડ કરેલ જરૂરી આધારો સાથે પ્રવેશ ફોર્મ કમિટી ના અધ્યક્ષ પાસે સહી કરાવી કાર્યાલયમાં જમા કરવાની રહેશે.