Dharmendrasinhji Arts College
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

ભૌતિક ક્લાસની અંગેની સુચના

14/07/2021

આથી આ કોલેજના સેમ-૩ અને સેમ-૫ માં અભ્યાસ કરતા વિધાર્થીઓને જણાવવાનું કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પરીપત્ર ક્રમાંક પરચ/૨૦૧૮/૬૧/ખ-૧, તા.૦૯/૦૭/૨૦૨૧ ના સંદર્ભે મળેલ સુચના અનુસાર તારીખ ૧૫/૦૭/૨૦૨૧ ભૌતિક વર્ગખંડમાં શિક્ષણ ચાલુ કરવાનું રહેશે. એ સંદર્ભે આપણી કોલેજમાં તા.૧૫/૦૭/૨૦૨૧ થી શેક્ષણિક કાર્ય ઓફલાઈન/પ્રત્યક્ષ રીતે શરુ કરવામાં આવી રહ્યું છે. વર્ગખંડમાં પ્રત્યક્ષ હાજરી આપવા ઈચ્છતા વિધાર્થીઓએ કોવીડ-19 ના પ્રોટોકોલ સલગ્ન તમામ આનુસંગિક બાબતોનું પાલન કરવાનું રહેશે.
સુચના
૧. ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિધાર્થીઓ માટે મરજિયાત રહેશે.
૨. વિધાર્થીએ માતા-પિતાની સંમતી મેળવેલ પત્રક કોલેજમાં જમા કરાવવાનું રહેશે. (નિયત પત્રક કોલેજની
વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી જમા કરાવવાનું રહેશે.)
૩. વર્ગખંડમાં બે વિધાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતરનું અચૂક પણે પાલન કરવાનું રહેશે.
૪. વિધાર્થીઓએ ફરજીયાત યોગ્ય રીતે માસ્ક પહેરવાનું રહેશે.
૫. કોલેજમાં હાજર રહેનાર વિધાર્થીએ અગાઉથી વેક્સિન લીધેલ હોવું જોઈએ. કોઈ વિધાર્થીએ તબીબી
કારણોસર વેક્સીન લીધેલ ન હોય, તો તબીબી પ્રમાણપત્રો રજુ કરવાનું રહેશે.
૬. કોલેજમાં સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનો રહેશે.