Content
સ્પોર્ટ્સ નોટીસ ૨૦૨૩
15/07/2023
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ,રાજકોટ
શારીરિક શિક્ષણ અને રમતગમત વિભાગ
નોટીસ નંબર- ૧/૨૩ કોમન ફીટનેશ ટ્રેનીંગ
તારીખ:-૧૩-૦૭-૨૦૨૩
આથી કૉલેજના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે આગામી વર્ષ ૨૦૨૩-૨૪ સૌરાષ્ટ્ર યુનિ.નું સ્પોર્ટ્સ કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર થવાનું હોય, જે સંદર્ભે વિવિધ રમતોમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોમન ફીટનેશ ટ્રેનીંગનું આયોજન તારીખ ૧૮/૦૭/૨૦૨૩ થી ૩૧/૦૭/૨૦૨૩ સુધી સવારે ૦૭.૪૫ થી ૯.૪૫ દરમ્યાન કૉલેજ ખાતે કરવામાં આવ્યું છે. યુનિ. માં રમાતી કોઈપણ રમતોમાં ભાગ લેવા આ કેમ્પમાં જોડાવું ફરજીયાત છે જેની ખાસ નોંધ લેવી. કેમ્પમાં હાજર ન રહેલ વિદ્યાર્થીઓને આગામી કોઈપણ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહી. સમય, તારીખ કે કોઈપણ બાબતે અનુકુળતા ન હોઈ તો સ્પોર્ટ્સ ઓફિસમાં સંપર્ક કરવો.
કૉલેજમાં તથા યુનિમાં રમાતી વિવિધ રમતોની યાદી સ્પોર્ટ્સ ઓફીસ બહાર નોટીસ બોર્ડ પર જોઈ શકાશે. સ્પોર્ટ્સમાં વિભાગમાં જોડાવા તથા કોમન ફીટનેશ ટ્રેનીંગમાં ભાગ લેવા નીચે આપેલ લિંક તારીખ ૧૮/૦૭/૨૦૨૩ સવારે ૧૦.૦૦ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવામાં કોઇપણ તકલીફ થતી હોય, અથવા સ્પોર્ટ્સ સબંધી કોઈપણ બાબતે પુછપરછ માટે વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ઓફીસ પર રૂબરૂ બપોરે ૦૩.૦૦ થી ૦૩.૩૦ કલાક દરમ્યાન સંપર્ક કરવો. (વિદ્યાર્થીની બહેનો માટે ટ્રેનીંગ માટે અલગ સમયની વ્યવસ્થા હોઈ ભાગ લેવા માટે ફોર્મ ભરી સ્પોર્ટ્સ ઓફીસ પર સવારે ૧૦.૩૦ થી ૦૧.૦૦ સુધી સંપર્ક કરવો.)