અનંતરાય રાવળ જન્મજયંતિની ઉજવણીનો અહેવાલ (2024-2025)
01/01/2025
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
અનંતરાય રાવળ જન્મજયંતિની ઉજવણીનો અહેવાલ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.01/01/2025ને બુધવારના રોજ સવારે 11:00 વાગ્યે અનંતરાય રાવળની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓએ અનંતરાય રાવળના જીવન અને કવન વિશે ઉપસ્થિત સહુને અવગત કરાવ્યા હતા. સેમ-6ના વિદ્યાર્થીનિ સાસુકિયા કિરણ, ગોહિલ વિજય અને ભટ્ટ રાહુલ તથા સેમ-4ના વિદ્યાર્થી ઝાલા ઓમદેવસિંહ આ ઉજવણીમાં જોડાયા હતા. આ તકે ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ. જીગ્નેશ એસ. ઉપાધ્યાયે પણ પ્રમુખીય વક્તવ્ય આપેલ. ડૉ. કેતન યુ. બુન્હા અને ડૉ. નેહલ વી. જાનીના પ્રયત્નથી સંપૂર્ણ કાર્યક્રમ સફળ થયેલ.