ONE DAY CAREER GUIDENCE SEMINAR
06/01/2025
AUDITORIUM, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે આચાર્ય શ્રી ડો. પરેશ રાવલના અધ્યક્ષ સ્થાને CAREER COUNSELING CELL અંતર્ગત આજ રોજ તા. 06/01/2025 નાં એક દિવસીય CAREER GUIDENCE SEMINAR નું આયોજન કરવામાં આવ્યું હતું, જે માટે Frankfinn Institution of Air Hostess Training - Rajkot ના સહયોગથી તમામ કોલેજના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી ની કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં કોલેજના 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજના કેરિયર કાઉન્સેલિંગ સેલ ના કો - ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે. આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું. આ તકે કમિટી મેમ્બર ડો. ભાવેશ કાછડીયા, ડો. ક્રિષ્ના ડૈયા, ડો. ધર્મેશ પરમાર, ડો. નીરવ ઠાકર તેમજ ડો. હર્ષિદા જગોદડિયા ઉપસ્થિત રહ્યા હતા.