Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગોની શરૂઆત

01/01/2025
Auditorium, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે CAREER COUNSELING CELL અંતર્ગત UPSC/GPSC Class-1-2 તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના નિઃશુલ્ક વર્ગો અંગ્રેજી નવા વર્ષની શરૂઆત થી તા. 01/01/2025 શરૂ થયા. જે માટે તમામ કોલેજના વિદ્યાર્થીઓ ને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી આચાર્ય શ્રી ડો. પરેશ રાવલના અધ્યક્ષ સ્થાને નક્ષત્ર એકેડેમીનાં સહયોગથી આ વર્ગો શરૂ થયાં જેમાં કોલેજના કોઈપણ વર્ષના અને કોઇપણ કેટેગરીના વિદ્યાર્થીઓ વંચિત ના રહી જાય તે પ્રમાણે આ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું. આ વર્ગમાં કોલેજના 135 વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે, આ વર્ગો પ્રતિદિન એક કલાક અને ત્રીસ મિનીટ અને કુલ 300 કલાક સુધી ચાલશે. આચાર્યશ્રી ડો. પરેશ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રસંગે કેરિયર સંબંધિત માર્ગદર્શન આપી, દીપ પ્રાગટ્ય કરી વર્ગોની શરૂઆત કરવામા આવી. કાર્યક્રમનું સંચાલન કોલેજના કેરિયર કાઉન્સેલિંગ સેલ ના કો - ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે. આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું. આ તકે કમિટી મેમ્બર ડો. ભાવેશ કાછડીયા, ડો. ક્રિષ્ના ડૈયા ડો. ધર્મેશ પરમાર અને ડો. નીરવ ઠાકર અને ડો. હંસા ગુજરિયા ઉપસ્થિત રહ્યા હતા.