CAREER COUNSELING WORKSHOP
06/12/2024
Auditorium, Dh. College - Rajkot
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. 06/12/2024 ના રોજ CAREER COUNSELING CELL અંતર્ગત UPSC/GPSC Class-1-2 તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના નિઃશુલ્ક વર્ગો શરૂ થાય અને કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન મળે તેવા હેતુથી આચાર્ય શ્રી ડો. પરેશ રાવલના અધ્યક્ષ સ્થાને તેમજ વેબ સંકુલ અને નક્ષત્ર એકેડેમીનાં સહયોગથી એક દિવસીય વર્કશોપ યોજાયો. આ કાર્યક્રમમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 06 ડિસેમ્બર એટલે ડો. આંબેડકર નિર્વાણ દિન હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું તેમજ ડો. જે. એસ. ઉપાધ્યાય દ્વારા બાબા સાહેબના બંધારણમાં યોગદાન વિશે પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી ડો. પરેશ રાવલ દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યાર બાદ વેબ સંકુલ એકેડેમી માંથી આવેલ શ્રી હરદેવસિંહ ઝાલા દ્વારા "સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી" અને નક્ષત્ર એકેડેમી માંથી આવેલ શ્રીકુલદીપભાઈ તેરૈયા દ્વારા "આગામી સમયમાં આવનારી ભરતીઓ" વિશે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના કેરિયર કાઉન્સેલિંગ સેલ ના કો - ઓર્ડીનેટર અને સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક ડો. જે. આર. તેરૈયા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે "ઉજજવળ કારકિર્દી" નામની પુસ્તિકા, પેન અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું. વહેલી તકે કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના નિઃ શુલ્ક વર્ગો શરૂ થશે તેની જાહેરાત સાથે કાર્યક્રમ સંપન્ન થયો.