Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

“રાષ્ટ્રીય મતદાતા દિવસ” (National Voters' Day)

25/01/2020
Dharmendrasinhji Arts College, Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓ મતદાન વિશે વઘુમાં વઘુ જાગૃત થાય અને એના વિશે માહિતી મળે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની (25/01/2020) ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના 25 જાન્યુઆરીના દિવસને “રાષ્ટ્રીય મતદાતા દિવસ” (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી, 2011થી કરવામાં આવી છે. તારીખ 25 જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગ રૂપે વ્યાખ્યાન, ઓનલાઈન MCQ ટેસ્ટ, વકૃત્વસ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમનું ઉદ્ઘાટન અત્રેની કોલેજના આચાર્યશ્રી ડો. એ. એસ. રાઠૌર સાહેબના પ્રેરક શાબ્દિક ઉદ‌‍‌બોધન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને કોલેજના વિષયના વિભાગના અધ્યક્ષો, પ્રાધ્યાપકો અને અન્ય સ્ટાફ મિત્રો હાજર રહેતા આયોજકો અને સ્પર્ધામાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થયો હતો. આ સમ્રગ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની કોટડીયા પ્રિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાં 10મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતની “ચૂંટણી પ્રક્રિયા અને મતદારોની ફરજ” પર એક વ્યાખ્યાન ભૂગોળ વિભાગના પ્રાધ્યાપકશ્રી રીતેશકુમાર પી. પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ હતા. • ભારતની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારભિક ઈતિહાસ અને ભારતમાં પ્રથમ ચૂંટણી પ્રક્રિયા. • ભારતના બંધારણમાં ચૂંટણીના સંદર્ભના ભાગ અને અનુચ્છેદ. • ભૂતકાળમાં યોજાતી મતપેટીમાં થતા મતદાન પ્રકિયા. • મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી ટી. એન. શેષનની કામગીરી અને તેમના દ્વારા 1993 રજુ કરવામાં આવેલ મતદાતાઓનું ઓળખકાર્ડ. • વર્તમાન ચુંટણી પ્રકિયામાં EVM અને VVPAT જેવા ઇલેક્ટ્રોનિક સાધનોની ઉપયોગીતા. • મતદારોફરજો અને હકો વિષે વિશે વ્યાખ્યાનમાં માહિતી આપી ચુંટણી પંચનો મેસેજ લોકો સુઘી પ્રસરતો રહે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ, ભારતની ચુંટણી પ્રક્રિયા અને મતદારોની ફરજ અને હક સંદર્ભમાં એક ઓનલાઈન MCQ ટેસ્ટનું પણ આયોજન ભૂગોળ વિભાગના પ્રાધ્યાપકશ્રી રીતેશકુમાર પી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.