Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ll राजकोट जनपद संस्कृत सम्मेलनम् ll

21/04/2024
શ્રી સરસ્વતી શીશુ મંદીર, રાજકોટ

તા. 21/04/2024 રવિવાર નાં રોજ રાજકોટ મહાનગર સ્થિત શ્રી સરસ્વતી શિશુ મંદીર ખાતે રાજકોટ સંસ્કૃત ભારતી દ્વારા રાજકોટ જનપદ સંમેલન યોજાયું હતું. જેમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃત ગરબાની પ્રસ્તુતિ થઈ હતી. આ પ્રસંગે સંસ્કૃત ભારતીના પશ્ચિમ પ્રાંત સંગઠન મંત્રી શ્રીવિઠ્ઠલભાઈ ભટ્ટ તેમજ સંસ્કૃત ભારતીના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોલેજના સંસ્કૃત વિષયના અધ્યાપક ડો. જગતભાઈ તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને જ્ઞાનથી સભર રહ્યો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ સંસ્કૃત ભારતીના આ કાર્યક્રમમાં ભાગ લઈ સંસ્કૃત ભાષાનાં સાંપ્રત પ્રવાહથી અવગત થયા હતા. આ પ્રસંગે વર્ષ 2023-24 દરમિયાન આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ખુબ જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ગૌરવ પરીક્ષા માટે પ્રેરિત કરવા બાબતે ધર્મેન્દ્રસિંહ કોલેજને સંસ્કૃત ભારતી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.