51મા યુવક મહોત્સવનો અહેવાલ (2023-2024)
14/03/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટનો 51મો યુવક મહોત્સવ ‘અભિવ્યક્તિ’ તા.11 અને 12 માર્ચ 2024 એમ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં યોજાઈ ગયો. આ યુવક મહોત્સવમાં ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના વિદ્યાર્થીઓએ પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તા.11/03/2024ના રોજ સવારે સાડા દસ વાગ્યે ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ થયા બાદ સ્પર્ધાઓ શરુ થયેલી જેમાં અત્રેની કૉલેજના વિદ્યાર્થી પીઠીયા રોનક આર. (સેમ-2)એ વકતૃત્વ સ્પર્ધામાં, ઝાલા અપેક્ષાબા પી. (સેમ-2)એ ગઝલ, શાયરી અને કાવ્યલેખન સ્પર્ધામાં તથા દુહા-છંદ સ્પર્ધામાં, મેહતા નૈસર્ગી વી. (સેમ-2), સંઘાણી ધૃતિ વી. (સેમ-2) અને સખિયા ભૂમિ પી. (સેમ-2)એ ક્વિઝ સ્પર્ધામાં અને દાવડા કુલદીપ આર. (સેમ-2)એ લોકગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. બીજા દિવસે તા.12/03/2024ના રોજ ગઢવી આર્યન વી. (સેમ-4)એ હળવું કંઠ્ય સંગીત સ્પર્ધામાં, નિમાવત આસ્થા જી. (સેમ-6)એ શાસ્ત્રીય નૃત્ય (કથ્થક)ની સ્પર્ધામાં, મેહતા નૈસર્ગી વી. (સેમ-2)અને ઝાલા અપેક્ષાબા પી. (સેમ-2)એ ડિબેટ સ્પર્ધામાં અને પીઠીયા રોનક આર. (સેમ-2), ઝાલા અપેક્ષાબા પી. (સેમ-2) તથા મિયાત્રા રાયધન આર. (સેમ-2)એ સમૂહગીત સ્પર્ધામાં ભાગ લીધો હતો. સમૂહગીત સ્પર્ધામાં ડાંગર રાજન એમ. (સેમ-2)એ સાજિંદા તરીકેની સેવા આપેલ. ઉપરોક્ત સ્પર્ધકોમાંથી યુનિવર્સિટી કક્ષાએ નિમાવત આસ્થા જી.એ શાસ્ત્રીય નૃત્ય (કથ્થક)ની સ્પર્ધામાં દ્વિતીય અને ઝાલા અપેક્ષાબા પી.એ ગઝલ, શાયરી અને કાવ્યલેખન સ્પર્ધામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરીને કૉલેજ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઝાલા અપેક્ષાબા પી. (સેમ-2)એ અલગ અલગ ચાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ અને ક્ષમતા બદલ આચાર્યાશ્રી ડો.એચ.એમ.વ્યાસે અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવેલ છે. પ્રસ્તુત યુવક મહોત્સવમાં ડૉ.એન.વી.જાની તથા ડૉ.જે.જે.વ્યાસે કૉ-ઓર્ડીનેટર તરીકેની ફરજ નિભાવેલ. આચાર્યાશ્રીના સૂચન તથા માર્ગદર્શન હેઠળ કૉલેજ કક્ષાએ યુવક મહોત્સવની સમગ્ર જવાબદારી ડૉ.એન.વી.જાનીએ સુચારુરૂપે સંપન્ન કરેલ.