Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

YOUTH PARLAMENT અંતર્ગત વકતૃત્વસ્પર્ધાનો અહેવાલ (2023-2024)

24/02/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં કૉલેજ કક્ષાએ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા YOUTH PARLAMENT અંતર્ગત તા.24/02/2024ને શનિવારના રોજ સવારે 10:00 વાગ્યે ઓડીટોરિયમ ખાતે, વકતૃત્વસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાની શરૂઆતમાં ત્રણેય સ્પર્ધકોની રજૂઆત બાદ ડૉ.એચ.એમ.વ્યાસે સ્પર્ધા વિશે વાત કરી હતી. ત્યારબાદ નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.જી.અગ્રાવતે પોતાનું નિરીક્ષણ રજૂ કર્યું હતું. સ્પર્ધાનું પરિણામ ડૉ.આર.બી. વાઝાએ જાહેર કર્યું હતું. સ્પર્ધામાં ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ આ સ્પર્ધામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ ક્રમે પીઠીયા રોનક રાજાભાઈ (સેમ-2), દ્વિતીય ક્રમે સાંકળિયા કેવલ દિનેશભાઈ (સેમ-4) અને તૃતીય ક્રમે ઝાલા અપેક્ષાબા પ્રદ્યુમનસિંહ (સેમ-2)ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રસ્તુત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.એચ.જી.અગ્રાવત, અર્થશાસ્ત્ર વિભાગના ડૉ.આર.બી.વાઝા અને હિન્દી વિભાગના ડૉ.આર.આર.ડેકાણીએ ઉમદા ફરજ નિભાવેલ. ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સ્પર્ધા સફળતાપૂર્વક પાર પાડેલ. આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડૉ.એન.વી.જાનીએ કરેલ.