Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો અહેવાલ (2023-2024)

26/01/2024
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ દ્વારા તા.26/01/2024ને શુક્રવારના રોજ સવારે નવ વાગ્યા આસપાસ કૉલેજ કેમ્પસમાં પંચોતેરમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કૉલેજના કાર્યકારી આચાર્યશ્રી ડૉ.એચ.એમ.વ્યાસના પ્રમુખપદે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ડૉ.એચ.એમ.વ્યાસ દ્વારા ધ્વજવંદન બાદ એમણે પ્રસંગોચિત્ત ઉદબોધન પણ કરેલ અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવેલ. આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. અત્રેની કૉલેજના ગઢવી આર્યન વી. દ્વારા ‘અપની આઝાદી કૉ હમ...’ ગીત ગાઈને દેશપ્રેમની ભાવના અભિવ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થિની બહેનો -ચાવડા આરતી બી., ખાંડેકા આરતી પી., જગોત શાહિના આર., બજાણિયા બિંદિયા એન., યાદવ પ્રિયંકા આર.એ ‘ઐસા દેશ હૈ મેરા...’ પર નૃત્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ડૉ.જે.જે.વ્યાસ દ્વારા ‘એ મેરે વતન કે લોગો...’ ગીત ગાઈને રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું સુચારું સંચાલન ડૉ.એન.વી.જાનીએ કરેલું. આ કાર્યક્રમમાં સમગ્ર કૉલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.