ગુજરાતી વિભાગ દ્વારા આયોજિત ભાષાવિજ્ઞાન કાર્યશાળાનો અહેવાલ (2022-2023)
20/02/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ તથા ગાર્ડી રિસર્ચ ઈનસ્ટીટ્યુટના સયુંકત ઉપક્રમે તા.13/2/2023 થી તા.17/2/2023 સુધી ભાષાવિજ્ઞાન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ.બાબુ સુથાર આ કાર્યશાળાના પ્રમુખ સંચાલક હતા. તા.13/02/2023ને સોમવારના રોજ બપોરે 02:30 વાગ્યે કૉલેજના સેમિનાર હોલમાં ભાષાવિજ્ઞાન કાર્યશાળાનું ઉદ્ઘાટન સત્ર યોજાયું હતું. જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના બાદ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ સ્વાગત અને શબ્દોથી આવકાર આપેલ. આ તકે ગુજરાતી ભાષા અને સાહિત્યના ખ્યાતિ પ્રાપ્ત કવિ ડૉ.વિનોદ જોશી પણ હાજર રહેલ. ડૉ.બાબુ સુથાર દ્વારા કાર્યાન્વિત આ જ્ઞાનયજ્ઞમાં રાજકોટ જિલ્લાની સાત કૉલેજના આશરે તેંતાલીસ અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને કાર્યશાળાના આયોજનને સફળ બનાવ્યું હતું. કાર્યશાળાના અંતે આભારવિધિ ડૉ.કે.યુ.બુન્હા દ્વારા કરવામાં આવી હતી. જોડાયેલ તમામ અધ્યાપકશ્રીઓને કાર્યશાળાના અંતિમ દિવસે પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ. આચાર્યશ્રી ડૉ.એ.એસ.રાઠોડસાહેબના સૂચન તથા માર્ગદર્શન અને અધ્યાપકશ્રીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અત્રેની કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.