ગીત સંગીત નૃત્ય ધારા દ્વારા આયોજિત ‘અંબર ગાજે’ કાર્યક્રમનો અહેવાલ (2023-2024)
30/12/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં દીકરાનું ઘર ‘વૃદ્ધાશ્રમ’, ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ અને સપ્તધારા અંતર્ગત ગીત, સંગીત, નૃત્યધારાના સયુંકત ઉપક્રમે તા.30/12/2023ને શનિવારનાં રોજ સવારે 10:30 વાગ્યે ઓડીટોરિયમમાં ‘અંબર ગાજે’ કાર્યક્રમ યોજવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમ બે વિભાગમાં વહેંચાયેલો હતો. પ્રથમ તબક્કામાં જાણીતા લોક ગાયક, લેખક, પત્રકાર શ્રી નિલેશભાઈ પંડ્યા લિખિત ‘આંગણે ટહુકે કોયલ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બાદમાં શ્રી નિલેશભાઈ પંડ્યા અને સાથી કલાકારો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેનો લોક સાંગીતિક કાર્યક્રમ ‘અંબર ગાજે’ રજૂ થયો હતો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ શ્રી ઉન્નતિ જાની દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. કૉલેજના આચાર્યાશ્રી ડૉ.એચ.એમ.વ્યાસે શબ્દોથી આવકાર અને સંસ્થા પરિચય કરાવેલ તો શ્રી અનુપમભાઈ દોશીએ દીકરાનું ઘર ‘વૃદ્ધાશ્રમ’, ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુ સંસ્થાનો પરિચય આપેલ. ઉપસ્થિત મહેમાનો દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવેલ. બાદમાં શ્રી સંજયભાઈ ઉપાધ્યાય દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવ્યો હતો. શ્રી નિલેશભાઈ પંડ્યા દ્વારા સર્જક કેફિયત રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ અત્રેની કૉલેજના ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાય દ્વારા લોક અને સાહિત્ય તથા વિમોચિત પુસ્તક ‘આંગણે ટહુકે કોયલ’ વિષે વિવેચનાત્મક વાત કરવામાં આવેલ. કાર્યક્રમના દ્વિતીય ચરણમાં જાણીતા લોક ગાયક, લેખક, પત્રકાર શ્રી નિલેશભાઈ પંડ્યા અને સાથી કલાકારો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેનો લોક સાંગીતિક કાર્યક્રમ ‘અંબર ગાજે’ રજૂ થયો હતો. તે અંતર્ગત ‘આભમાં ઝીણી ઝબૂકે વીજળી’, ‘મોર બની થનગાટ કરે’ જેવા ગીત પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહીને કાર્યક્રમ માણ્યો હતો. આચાર્યાશ્રી ડૉ.એચ.એમ.વ્યાસની સુચના તથા માર્ગદર્શન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ગીત, સંગીત, નૃત્યધારાના અધ્યક્ષ ડૉ.જે.જે.વ્યાસ તથા ડૉ.એચ.જી.જગોદડિયાએ સપ્તધારા અધ્યક્ષ ડૉ.એન.વી.જાની તથા સ્ટાફમિત્રોની સહાયથી સફળતાપૂર્વક પાર પાડેલ.