86મા સ્થાપના દિવસનો અહેવાલ (2023-2024)
16/12/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટમાં તા.16/12/2023ને શનિવારના રોજ સવારે 11:૩0 વાગ્યે સેમિનાર હોલમાં અત્રેની સંસ્થાનો છ્યાસીમો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો. કાર્યક્રમની શરૂઆતમાં ભૂગોળ વિભાગાધ્યક્ષ ડૉ.એસ.આર.ભારદ્વાજ દ્વારા કૉલેજની સ્થાપનાનો ઈતિહાસ વર્ણવવામાં આવ્યો. ત્યારબાદ ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પણ કૉલેજની સ્થાપનાથી માંડીને સાંપ્રત સુધીની યાત્રા વિષે વાત કરી. કૉલેજના પ્રિન્સીપાલ ડૉ.એચ.એમ.વ્યાસે કૉલેજના ભવ્ય ભૂતકાળનો તથા સાંપ્રતમાં કૉલેજના વિકાસ કેવી અને કઈ પ્રવૃત્તિ દ્વારા વેગવાન બનાવી શકાય એ અંગે ચિંતન રજૂ કરેલ. અંતે સમૂહમાં રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમ સમાપ્ત જાહેર કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના ડૉ.એચ.બી.ગુજરિયા દ્વારા સુચારુરૂપે કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના સૂચન તથા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ.એચ.બી.ગુજરિયાએ પાર પાડેલ.