Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

ત્રિદીવસીય નાટ્ય અભિનય શિબીર - નાટ્યધારા

23/08/2023
AUDITORIUM, Dh. College - Rajkot

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ - રાજકોટ, નાટ્યધારા દ્વારા આચાર્ય શ્રી ડો. એ.એસ. રાઠોડની અનુમતિથી તેમજ સંસ્થાના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ત્રીદિવસીય નાટ્ય અભિનય શિબીરનું આયોજન થયું. જે અંતર્ગત કુંજ કળા કેન્દ્ર – રાજકોટના સ્થાપક અને અભિનેત્રા શ્રી નિકુંજભાઈ દવે દ્વારા ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને નાટયની વિભિન્ન વિધાઓની માહિતી પ્રેક્ટિકલ રીતે આપવામાં આવી. જે અંતર્ગત શિબીરના પ્રથમ દિવસે ૨૩/૦૮/૨૩ના રોજ પ્રસ્તાવના, આંગિક અભીનય (મુક અભીનય), વાચિક અભિનયની માહિતી અપાઈ. બીજા દિવસે તા. ૨૪/૦૮/૨૩ ના રોજ શ્રૃંગાર અભિનય, એકપાત્રિય અભિનય વગેરે પ્રેક્ટિકલ અભિનય કરીને સમજાવવામાં આવ્યું. તેમજ ત્રીજા દિવસે નાટ્યના સાત્વિક અભિનયની વિગતવાર ચર્ચા કરવામાં આવી. અંતિમ દિવસે એક પાત્રીય અભિનયની સ્પર્ધા પણ કરવવામાં આવી. આ સંપૂર્ણ શિબીર એકદમ લાઈવ રહી, વિદ્યાર્થીઓને એક દિવસ કોલેજ દ્વારા નાસ્તો પણ કરાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ આ શિબીરને ખૂબ જ માણી તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની શિબીર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ શિબીરમાં 38 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંતિમ દિવસે બપોરે શિબીરનો સમાપન સમારોહ યોજાયો, જેમાં તમામ વિભાગના અધ્યાપકો તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે કલાકુંજ કેન્દ્ર – રાજકોટના સ્થાપક અને આ તાલીમના ટ્રેનર શ્રીનિકુંજભાઈ દવે દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું, કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જીગ્નેશ ઉપાધ્યાય દ્વારા પ્રસંગોચિત ઉદબોધન આપવામાં આવ્યું, તેમજ આભારવિધી ગુજરાતી વિભાગના અધ્યાપિકા અને સપ્તધારાના કો-ઓર્ડિનેટર ડો. નેહલબેન પંડ્યા દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડો. સંસ્કૃત વિભાગના HOD ડો. જે. આર. તેરૈયા તેમજ સમાજશાસ્ત્ર વિષયના HOD ડો. જયાબહેન વાઢેળ દ્વારા કરવામાં આવ્યું. આમ આ સંપૂર્ણ કાર્યક્રમ ખૂબ જ સાર્થક રહ્યો હતો.