‘શ્રી ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મજયંતિ વંદના’ કાર્યક્રમનો અહેવાલ (2023-2024)
28/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના ગુજરાતી વિભાગ દ્વારા તા.28/08/2023ને સોમવારના રોજ બપોરે 12:00 વાગ્યે કૉલેજના ઓડીટોરિયમ ખાતે શ્રી ઝવેરચંદ મેઘાણી 126મી જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. ઝવેરચંદ મેઘાણીના સાહિત્યિક પ્રદાનને બિરદાવવા માટે યોજાયેલ કાર્યક્રમની શરૂઆતમાં સેમ-3ના મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થી ગોહિલ વિજય એચ.એ ‘ઘટમાં ઘોડા થનગને’નું પઠન કર્યું હતું. ત્યારબાદ સેમ-1ના મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થી ગડિયલ મીત એ. દ્વારા મેઘાણીની કાવ્યપંક્તિઓ રજૂ કરવામાં આવેલ. સેમ-3ના મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થી ભટ્ટ રાહુલ એ.એ મેઘાણીના જીવન અને વ્યક્તિત્વ વિશે વાત કરી હતી. બાદમાં સેમ-1ના મુખ્ય વિષય ગુજરાતીના વિદ્યાર્થી દાવડા કુલદીપ આર. દ્વારા ‘શિવાજીનું હાલરડું’ રજૂ થયું હતું. ત્યારબાદ સેમ-3ના મુખ્ય વિષય તત્વજ્ઞાનના વિદ્યાર્થી ગઢવી આર્યન વી.એ ‘મોર બની થનગાટ કરે’ની ગાયકી પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના અંતે ગુજરાતી વિભાગાધ્યક્ષ ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ ઝવેરચંદ મેઘાણી વિશે પ્રસંગોચિત્ત વક્તવ્ય આપેલ. આ તકે ડૉ.કે.યુ.બુંહા તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષશ્રી ડૉ.જે.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચન તળે સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ.એન.વી.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.