Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

પંચપ્રકલ્પ અંતર્ગત નિબંધસ્પર્ધા – અહેવાલ (૨૦૨૩)

23/08/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.

આજરોજ તારીખ ૭/૮/૨૦૨૩ સોમવારના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના પંચપ્રકલ્પ અંતર્ગત આઝાદીના અમૃતમહોત્સવ સંદર્ભે રૂમનંબર ૧૮માં સવારે ૧૦:00 થી ૧૧:00 ના સમયે નિબંધલેખન સ્પર્ધા નું આયોજન હાથ ધરવામાં આવેલ હતું .વિદ્યાર્થીઓએ નવી શિક્ષણનીતિઅંગે અભિપ્રાય ,સાંપ્રત સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરિયાત , વિદ્યાર્થીજીવનના ઘડતરમાં NSS નો ફાળો ,સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ, વિશ્વના દેશોને ભારતની ભેટ.ઇલેક્ટ્રોનીક્સ :સમાજ માટે વરદાન કે અભિશાપ જેવા વિવિધ વિષયો પર કુલ ૧૫ ભાઈઓએ અને ૬ બહેનોએ ભાગ લીધો હતો. પંચપ્રકલ્પના કો-ઓર્ડીનેટર ડૉ.હેમલ વ્યાસ મેડમે હાજર રહી ,વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું.સમગ્ર સ્પર્ધાનું આયોજન તથા સંચાલન ડૉ.માલતી પાંડે અને ડૉ.હંસા ગુજરીયાએ કર્યું હતું . નિબંધલેખન સ્પર્ધાનું પરીક્ષણ કરી ;પ્રથમ ત્રણ ક્રમાંકે પાંચ વિદ્યાર્થીઓ એ સ્થાન પ્રાપ્ત કરેલ હતું. ૧) ચૌહાણ હિતેન પી. ૨) ચૌહાણ પ્રયાગ એન. ૨) ઝાપડીયા મહેશ 3) જાડેજા ઋત્વીબા આર. 3) ચૌહાણ વિવેક એલ.