ગરિમા પ્રોજેક્ટનો અહેવાલ (2023-2024)
11/07/2023
DHARMENDRASINHJI ARTS COLLEGE, RAJKOT.
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટના મહિલા સેલ અંતર્ગત તા.10/07/2023ને સોમવારના રોજ બપોરે 12:50 વાગ્યે સેમિનાર હોલમાં વિદ્યાર્થિની બહેનો માટે ‘ગરિમા પ્રોજેક્ટ’ શીર્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં વિશેષજ્ઞ તરીકે શ્રી મૈત્રીબહેન મહેતા પધારેલ. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ.જે.એસ.ઉપાધ્યાયએ પધારેલ મહેમાનનો પરિચય આપેલ બાદમાં મહિલા સેલના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ વક્તાને આવકાર આપેલ. ત્યારબાદ શ્રી મૈત્રીબહેન મહેતાએ આ પ્રોજેક્ટ વિશે માહિતી આપેલ. જે અંતર્ગત 30,000 મહિલાઓના સર્વેક્ષણ માટેનો એક સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટમાં ફિલ્ડ સ્વયં સેવક તરીકે વિદ્યાર્થિની બહેનો જોડાઈ શકે છે અને she team સાથે મળીને આ કાર્ય કરી શકે. she team સાથે મળીને પ્રશ્નાવલી ભરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને આ કાર્ય તા.30/07/23 સુધીમાં પૂરું કરવાનું રહેશે. કાર્યક્રમની આભારવિધિ પ્રા.એચ.બી.ગુજરિયાએ કરી હતી. આ તકે કૉલેજના મહિલા અધ્યાપકશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ. આચાર્યશ્રીની સૂચના તથા માર્ગદર્શન અનુસાર સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન મહિલા સેલના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેયએ સ્ટાફમિત્રોની સહાયથી સફળતાપૂર્ણ રીતે પાર પાડેલ.